Bhavnagar
ભાવનગરના વાતાવરણમાં પલટો ; શહેરમાં આકરી ગરમી અને બફારા વચ્ચે ભારે પવન સાથે વરસાદ વરસ્યો, લોકોએ ગરમીમાં રાહત મેળવી
Pvaar
ભાવનગર શહેરમાં આજે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર તૂટી પડ્યો છે. શહેરમાં 41 ડિગ્રી ગરમી વચ્ચે એકાએક વરસાદ શરૂ થયો હતો. ભાવનગર શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી આજે સાંજે વરસાદ પડ્યો છે. બપોર સુધી 41 ડિગ્રી ગરમી બાદ સાંજે પાંચ વાગ્યે એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. શહેરમાં ભારે પવન વચ્ચે વરસાદ ચાલુ છે. ભાવનગર શહેર નું મહત્તમ તાપમાન આજે 41.0 ડીગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 28 .0 ડીગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાયુ હતું.
જ્યારે પવનની ઝડપ 38 કી. મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. ગુજરાતમાં હજી ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થયો નથી. પરંતુ, ભાવનગર જિલ્લાના વાતાવરણમાં આજે આકરી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના છુટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે આકરી ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. વરસાદી ઝાપટાના કારણે લોકોએ થોડીવાર માટે ગરમીમાં રાહત અનુભવી હતી