Bhavnagar
ભાવનગરના જમનાકુંડ વિસ્તારમાં ડિગ્રી વગર લોકોની સારવાર કરતો બોગસ ડોકટર ઝડપાયો

પવાર
ભાવનગર શહેરના જમનાકુંડ વિસ્તારમાં મેડિકલ પ્રેક્ટિશનરની ડિગ્રી ન હોવા છતાં લોકોની સારવાર કરી જિંદગી સાથે ચેડાં કરી તેઓ પાસેથી પૈસાની ઉઘરાવી ઠગાઈ કરતો બોગસ ડોક્ટરને એસઓજીએ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફના માણસોને બાતમી આધારે ભીલવાડા સર્કલથી આગળ જમનાકુંડ વિસ્તારમાં અલ મહમદી સોસાયટી મકાન નંબર 10માં ક્લિનિક ચલાવતા ડોક્ટર વાહિદ અલીભાઈ મુસાણીના દવાખાને તપાસ હાથ ધરી હતી.
વાહીદ મુસાણી પાસે સરકાર માન્ય ડોક્ટરી તપાસ અંગેનું પ્રમાણપત્ર માંગતા તેની પાસે દર્દીઓની સારવાર કરવા માટેનું કોઈ ડોક્ટરી સર્ટિફિકેટ નહીં હોવાનું વગર ડિગ્રીએ દર્દીઓને સારવાર કરી પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપી ડોક્ટર ન હોવા છતાં ગેરકાયદેસર દવાખાનુ ખોલી લોકો પાસેથી પૈસા લઇ લોકો સાથે છેતરપિંડી કરતો હતો. પોતે આપેલી દવાઓથી લોકોને વ્યથા અને મહાવ્યથા તથા નુકસાન થવાની જાણ હોવા છતાં તેઓની જિંદગી સાથે ચેડાં કરી બેદરકારી ભર્યું કૃતિ આચરી આર્થિક લાભ મેળવવા માટેનું દવાખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું હતું,
એસઓજી પોલીસે દવાખાનામાંથી જુદી જુદી કંપનીની દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન સહિતના સાધનો બાટલાઓ બરાબર કરી ડોક્ટરની અટકાયત કરી ગંગાજળિયા પોલીસ મથકમાં આઇપીસી કલમ 406, 419, 420, 336 તથા 337 તેમજ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસિનર એક્ટ 1963ની કલમ 30 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.