Talaja
માછીમારી કરી સરતાનપર પરત ફરી રહેલી હોડી અલંગ સામે મધદરિયે ડૂબી ; બે લાપત્તા

પવાર
ડૂબેલી હોડી હાથબ ગામના સમુદ્રતટે તણાઈ આવી દરિયામાં ગુમ માછીમારો ને શોધવા તંત્ર એ કવાયત ; લાપતા બન્ને સરતાનપરના હોવાની જાણકારી
તળાજા તાલુકાના સરતાનપર ગામે રહેતા અને માછીમારી સાથે દરિયાને લગતી કામગીરી ની મજુરી કરતાં બે શ્રમજીવીઓ હોડી લઈને કામ સબબ ભરૂચ ગયાં હતાં જયાં કામ પૂર્ણ કરી પરત સરતાનપર આવી રહ્યાં હતાં તે વેળાએ ગત સોમવારે રાત્રે અલંગ સામે મધદરિયે પહોંચતાં ખરાબ હવામાન ને પગલે હોડી બંધ થઈ જતાં દરિયામાં ઉઠેલ વાવાઝોડા જેવા પવનમાં આ હોડી ઉંધી વળી જતાં બંને સાગર ખેડુઓ દરિયામાં ગુમ થયા છે બે દિવસ પૂર્વ ભરૂચથી નીકળ્યા બાદ ગઇકાલ સાંજે પરિવાર જનો સાથે થઈ હતી હાથબ નજીક થી એક બોટ મળી આવી હતી તળાજા તાલુકામાં સરતાનપર બંદર ગામના બે માછીમારો દરિયામાં લાપતા બન્યા છે.
આ બંને ભરૂચ થી હોડી લઈને નીકળ્યા હતા.ઘોઘા નજીક થી એક હોડી મળી છે.જોકે એ હોડી આ બંને માછીમારો લઈને નીકળ્યા છે એજ છેકે કેમ તેની અલંગ મરીન તપાસ કરી રહી છે.ખંભાત ના અખાત વિસ્તારમાં આવતા મરીન પોલીસ થાણા ઓમા લાપતા બનેલ ની વિગતો મોકલી શોધખોળ હાથ ધરવામાં આવી છે.મળતી વિગત મુજબ સરતાનપર બંદર ગામના મુકેશભાઈ મનુભાઈ બારૈયા,ડાયાભાઈ ઝવેરભાઇભાઈ બારૈયા બંને દરિયાઈ ખેડુ છે.ભરૂચ ની બોટમાં નોકરી કરે છે.બોટ ભરૂચના માલિક ની છે.તેઓ બંને હોડી લઈને સરતાનપર આવવા નીકળ્યા હતા.ગઇકાલે રાત્રે તેઓએ પોતાના પરિવાર સાથે વાત કર્યા બાદ સંપર્ક ન થતાં અલંગ મરીન પોલીસ સહિતના તંત્ર ને જાણ થઈ હતી.જેને પગલે હોડી અને લાપતા બનેલ બંનેની દરિયા અને દરિયા કિનારે શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે