Sihor
સિહોર ખોજા સમાજના બે ભાઈઓ વચ્ચે લોહિયાણ મારામારી ; બન્ને લોહીલુહાણ હાલતે સારવાર હેઠળ
દેવરાજ – પવાર
મોડી સાંજે શહેરના સિનેમા વિસ્તારમાં ધોકા ઉડયા, બન્ને ભાઈઓના પરિવારો વચ્ચે ઘણા સમયથી તકરાર ચાલે છે, આજે વાત ભર બજારે મારામારી સુધી પોહચી
સિહોરની મુખ્ય બજારમાં આજે સમી સાંજે બે ભાઈઓના પરિવારો વચ્ચે લોહિયાણ મારામારી સર્જાતા ઇજાગ્રસ્ત બન્ને ભાઈઓ સહિત પરિવારના લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. સિહોરની મુખ્ય બજાર સિનેમા વિસ્તારમાં ગોળ અને કરિયાણાનો ધંધો કરતા અબ્બાસ વસાયા, અને મિશમ વસાયા બન્ને કુટુંબીક ભાઈઓ છે, તેમના પરિવારમાં છેલ્લા ઘણા સમયથી તકરાર અને ડખ્ખા છે.
અગાઉ પણ બન્ને કુટુંબીક ભાઈઓએ સામ-સામે પોલિસમાં અરજીઓ પણ કરેલી છે. ઘણા સમયથી પરિવારમાં ચાલતા ડખ્ખા હવે માર્ગો સુધી પોહચ્યા છે. આજે સમી સાંજે ગ્રાહકની ગાડી પાર્ક કરવા બાબતે બન્ને ભાઈઓના પરિવારો વચ્ચે તકરાર થઈ હતી અને મામલો લોહીયાણ મારામારી સુધી પહોંચ્યો હતો. જાહેરમાં લાકડી અને ધોકા ઉડયા હતા. પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી. અને ઇજાગ્રસ્ત બન્ને ભાઈઓ સહિતના લોકોને સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા