Bhavnagar
ભાવનગર માંથી ડુપ્લીકેટ આરસી બુક બનાવી વાહનો વેચી નાખવાનું મોટું કૌભાંડ ઝડપાયું

કુવાડિયા
૨૫૦ થી વધુ ડુપ્લીકેટ આરસી બુક સાથે ૪ ને ઝડપી પાડ્યા ; ફાયનાન્સ કંપનીઓના ઓક્શન કે બેન્કના ઓક્શન માંથી ખરીદેલા વાહનોની ડુપ્લીકેટ આર.સી બુક બનાવી તેને વેચી નાખતા હતા.
બાતમીના આધારે રેડમાં ૨૮૧ ડુપ્લીકેટ આરસી બુક સાથે કુલ ૪ ઝડપાયા; અત્યાર સુધીમાં ૩૦૦૦ થી વધુ ડુપ્લીકેટ આરસી બુક બનાવી વાહનો વેચી નાખ્યા નું કર્યું કબુલ.
ભાવનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના વરતેજ-નારી રોડ પર આવેલી શ્રીજી મોટર્સ નામની ઓફિસમાં રેડ કરતા આ ઓફિસમાંથી ૨૮૧ ડુપ્લીકેટ આર.સી બુક સાથે એક ઇસમ મળી આવતા અને તેની પૂછપરછ માં વધુ ત્રણ નામો ખુલતા પોલીસે કુલ ચાર આરોપીઓની બે લેપટોપ-એક પ્રિન્ટર અને ૨૮૧ ડુપ્લીકેટ આરસી બુક સાથે ઝડપી પાડ્યા છે જયારે તે તમામની પૂછપરછમાં તેઓ અત્યારસુધીમાં ૩૦૦૦ થી વધુ વાહનો ની આરસી બુક બનાવી હોવાનું જણાવતા પોલીસે આ ઘટનામાં વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. ફાયનાન્સ કંપનીઓના ઓક્શન કે બેન્કના ઓક્શન માંથી ખરીદેલા વાહનોની ડુપ્લીકેટ આર.સી બુક બનાવી વાહનો તેને વેંચી મારવાના એક મોટા કૌભાંડનો ભાવનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમેં પર્દાફાશ કર્યો છે.
ભાવનગર એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમને બાતમી મળી હતી કે શહેરના વરતેજ-નારી રોડ પર આવેલી શ્રીજી મોટર્સ નામની ઓફીસ ધરાવતા હિમાંશુ હર્ષદભાઈ જગડ કે જે જુના વાહનોની લે-વેચની આડમાં ફાયનાન્સ કંપનીઓના ઓક્શન કે બેન્કના ઓક્શન માંથી ખરીદેલા વાહનોની ડુપ્લીકેટ આર.સી બુક બહારગામના કોઈ આર.ટી.ઓ એજન્ટ પાસે બનાવરાવી ડુપ્લીકેટ આર.સી બુકના આધારે વાહનોની લે વેચ કરવામાં આવી રહી હોય જે અંગે ત્યાં દરોડા પડતા ઓફિસમાંથી અલગ અલગ ૨૮૧ ડુપ્લીકેટ આરસી બુક મળી આવી હતી.જેની પૂછપરછમાં વધુ ત્રણ વ્યક્તિઓ સામેલ હોય અંગેની માહિતી મળતા પોલીસે ધોળકાના યાસીન મુસ્તુફાભાઇ મેમણ,અફઝલ મુસ્તુફાભાઇ મેમેણ તેમજ અમદાવાદના ઋત્વિક પ્રકાશચંદ્ર મોદી નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે સાથે બે લેપટોપ, એક પ્રિન્ટર, પાંચ મોબાઈલ નો મુદ્દામાલ પણ પણ જપ્ત કર્યો છે. આ તમામની પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો છે આ ચોકડીએ અત્યારસુધીમાં ૩૦૦૦ થી વધુ વાહનોની ડુપ્લીકેટ અરસી બુક બનાવી તેનું વેચાણ કરી નાખ્યું છે જેથી પોલીસે હવે આ બનાવમાં વધુ તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.