Connect with us

Bhavnagar

સગીર કન્યાઓને ભાવનગરમાં સપ્લાય કરવાનું મોટું ષડયંત્ર સામે આવ્યું ; પોલીસે ત્રણ સગીરા છોડાવી : દલાલ પકડાયો

Published

on

a-big-conspiracy-to-supply-minor-girls-in-bhavnagar-came-to-light-police-freed-three-minors-broker-nabbed

વડોદરાની ઘટના, ભાવનગરના વિશાલ મકવાણા નામના શખ્સે ત્રણેય સગીરાને મંગાવી હોવાની વિગતો સામે આવી,

મુંબઇની સગીર કન્યાઓને દેહના સોદા માટે ભાવનગર સપ્લાય કરવાના ષડયંત્રનો વડોદરામાં પર્દાફાશ થયો છે.ચાઇલ્ડ હેલ્પ લાઇનની ટીમે ત્રણ સગીરાને છોડાવી તેમનો સોદો કરનાર દલાલને દબોચી લીધો છે. વડોદરા રેલવે સ્ટેશન પાસે ચાઇલ્ડ હેલ્પ લાઇનની ટીમે ત્રણ સગીર કન્યાને શંકાસ્પદ હાલતમાં જોતાં તેમણે ત્રણેયની પૂછપરછ કરી હતી.જે દરમિયાન ત્રણ સગીરા પૈકી બે સગીરાને રાજસ્થાનથી અને ત્રીજી સગીરાને મુંબઇથી લવાઇ હોવાની વિગતો ખૂલી હતી. આ સગીરાઓને ભાવનગર મોકલવાનું કામ માથે લેનાર દલાલ સુરેશ  ઉર્ફે રાજુ જયસ્વાલ (રૃક્ષ્મણીનગર,થાણે વેસ્ટ,મુંબઇ)ની પોલીસે પૂછપરછ કરતાં તેણે ભાવનગરના વિશાલ મકવાણા નામના શખ્સ માટે ત્રણેય સગીરાને મોકલવાની હોવાની વિગતો ખૂલી હતી. તમામ લોકોને સયાજીગંજ પોલીસ સ્ટેશને લવાતા પીઆઇ આર જી જાડેજા અને ટીમે સગીરાઓની પૂછપરછ કરી હતી.જે દરમિયાન બે સગીરાએ વિષ્ણુ નામનો શખ્સ રાજસ્થાનથી લાવ્યો હોવાની અને એક સગીરાએ સુરેશ ઉર્ફે રાજુએ બોલાવી હોવાની વિગતો કબૂલી હતી.દલાલ સુરેશે એક નાઇટ રોકાવા માટે રૃપિયા આપવાની લાલચ આપી હતી.જ્યારે,વિશાલ મકવાણા સુરેશને કમિશન આપવાનો હતો. પોલીસે સુરેશની ધરપકડ કરી ભાવનગરના વિશાલ અને રાજસ્થાનના વિષ્ણુને વોન્ટેડ જાહેર કર્યા છે

a-big-conspiracy-to-supply-minor-girls-in-bhavnagar-came-to-light-police-freed-three-minors-broker-nabbed
પોલીસને જોતાં જ બે સગીરાને લાવનાર વિષ્ણુ ફરાર થઇ ગયો

વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસને જોતાં જ બે સગીરાને લઇ આવનાર એક દલાલ ફરાર થઇ ગયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે,ચાઇલ્ડ હેલ્પ લાઇનની ટીમે ત્રણ સગીરાની પૂછપરછ કરતાં તેમણે ભાવનગરના વિશાલ મકવાણાએ રાત રોકાવવા માટે બોલાવી હોવાની કબૂલાત કરી હતી.આ પૈકી  બે સગીરાને વિષ્ણુ નામનો રાજસ્થાની દલાલ લઇ આવ્યો હતો. વિષ્ણુને શંકા પડતાં જ તે ફરાર થઇ ગયો હતો.જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.આ ઉપરાંત ભાવનગરના વિશાલ મકવાણાએ ત્રણેય સગીરાને લેવા માટે કાર મોકલી હોવાથી પોલીસે કારના ડ્રાઇવર રવિરાજ રાઠોડની પૂછપરછ કરી હતી અને તેણે પણ વિશાલે મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી.

એક રાત સુવા બાળકીઓને બોલાવી

સુરેશ ઉર્ફે રાજુ જયસ્વાલ મૂળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના હનુમના તાલુકાના પેપખાર ગામનો વતની છે અને હાલ મહારાષ્ટ્રના થાણે વેસ્ટમાં રહે છે. બાળકીઓને ઓળખીતો વિષ્ણું બાળકીઓને લઈને વડોદરા લઈ આવ્યો હતો અને ચાઇલ્ડ હેલ્પલાઇનની ગાડી આવતા તે ભાગી ગયો હતો. આ ત્રણેય બાળકીઓને ભાવનગરમાં રહેતા મિત્ર વિશાલએ એક રાત રહેવા અને સુવા માટે મંગાવી હતી. વિશાલે ભાવનગરથી કાર લઈને ડ્રાઇવર રવિરાજને બાળકીઓને લેવા માટે મોકલ્યો હતો. ડ્રાઇવર રવિરાજસિંહને પૂછતા તેણે જણાવ્યું હતું કે, વિશાલે તેની ગાડી લઈને મને ડ્રાઇવર તરીકે સુરેશ ઉર્ફે રાજુને લેવા માટે મને મોકલ્યો હતો.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!