Connect with us

Sihor

સિહોર એકતા સોસાયટી વિસ્તારમાં 4 વર્ષીય વિશાખા પરમાર નામની બાળકી પાણીના ટાંકામાં ડૂબી – મોત – અરેરાટી

Published

on

a-4-year-old-girl-named-vishakha-parmar-drowned-in-a-water-tank-in-sihore-ekta-society-area-death-ararati

પવાર

  • માસૂમ બાળકીના મોતના પગલે પરમાર પરિવારમાં હૈયાફાટ રૂદન, હોસ્પિટલમાં પરિવાર ચોધાર આંસુએ રડ્યો, વિશાખા ઘરમાં રહેલ ટાંકામાં ડૂબી જતાં મોતને ભેટી, હોસ્પિટલમાં તબીબ હાજર નહિ હોવાનો આરોપ
  • હોસ્પિટલમાં એક પણ ડોકટર હાજર નહિ હોવાનો આરોપ

સિહોરના એકતા સોસાયટી વિસ્તારમાં આજે સમી સાંજે દુઃખદ ઘટના બની છે, ચાર વર્ષોય વિશાખા પરમાર નામની બાળકી પાણીના ટાંકમાં ડૂબી જવાથી મોતને ભેટી છે બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે, શંખનાદના સહયોગી હરેશ પવારે રાત્રીના ૮/૧૩ કલાકે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના એકતા સોસાયટી વિસ્તારમાં આવેલ સરકારી ગોડાઉન પાછળ પરમાર પરિવારની લાડકવાય બાળકી વિશાખા પોતાના ઘરે રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા મોતને ભેટી છે, સાંજના છ કલાક આસપાસ વિશાખા પોતાના ઘરે પાણીના ટાંકામાં પડી જતા પરિવારે શોધખોળ કરી હતી.

a-4-year-old-girl-named-vishakha-parmar-drowned-in-a-water-tank-in-sihore-ekta-society-area-death-ararati

વિશાખા આજુબાજુ કે વિસ્તારમાં નહીં મળવાના કારણે પરિવાર બેબકાળ બન્યો હતો જોકે ૨૫ કે ૩૦ મિનિટની શોધખોળ બાદ વિશાખા પાણીના ટાંકામાંથી મળી આવી હતી જેને તત્કાલ સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવાર હૈયાફાટ ચોધાર આંસુએ રડી પડ્યો હતો. બનાવને લઈ આસપાસ વિસ્તારના લોકોના ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને પોલીસ દોડી ગઈ હતી

a-4-year-old-girl-named-vishakha-parmar-drowned-in-a-water-tank-in-sihore-ekta-society-area-death-ararati

મૃત બાળકીના પરિવારનો આરોપ છે કે સરકારી હોસ્પિટલના જવાબદાર ડૉ. ઝહલક માંડલિયા ગેરહાજર હતા અનેક ફોન કરવા છતાં રીસીવ કરેલ નહિ.જે અંગે એકતા સોસાયટી ના સ્થાનિકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઉહાપોહ મચાવ્યો હતો માત્ર ને માત્ર નર્સિંગ બહેનો દ્વારા આ હોસ્પિટલ ચાલે છે. સરકારી હોસ્પિટલમાં ૭ ડોકટર છે.આજ સાંજે એકપણ ઇમરજન્સી સારવાર માં હાજર નહતા જેને પરિવારમાં રોષની લાગણી વ્યાપી હતી સમગ્ર મામલે પરિવાર ઉચ્ચ સ્તરે રજુઆત કરશે તેવું જાણવા મળ્યું છે

error: Content is protected !!