Sihor
સિહોર સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે 9મો આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
પવાર
સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે તા. 21-06-23 ને બુઘવારના રોજ ઘોરણ- ૫ થી ૧ર નાં વિદ્યાર્થીઓ દ્વારા ૯માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉમળકાભેર કરવામાં આવી.આ કાર્યક્રમમાં I.N.O. ની સંસ્થા માંથી સહજ નેચરોપોથી અને સૂર્યા ફાઉન્ડેશનનાં કિરણબા વાળા તેમજ મનજીભાઇ કેવડિયા તથા તેમની ટીમ દ્વારા ઘોરણ-૫ થી ૧ર ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને યોગ/પ્રાણાયામ/ક્રિયા/ઉષ્મા પ્રેરક વ્યાયામ વિશે માહિતી આપી વિવિઘ આસનો કરાવવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમાં શાળાનાં વિદ્યાર્થી ભાઈઓ-બહેનો દ્વારા વિવિઘ યોગાસનો,સૂર્ય નમસ્કારનું ડેમોસ્ટ્રેશન આ૫વામાં આવ્યું હતું. શિક્ષક ભાઈઓ-બહેનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા આંતરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વક્તવ્ય આ૫વામાં આવ્યા હતાં. છેલ્લે વિદ્યાર્થીઓએ જીવનમાં યોગ કરવા માટે પ્રતિજ્ઞા લીઘી હતી.આ કાર્યક્રમમાં સંચાલક/ટ્રસ્ટીશ્રી પી.કે.મોરડિયા સાહેબની વિશેષ ઉ૫સ્થિતિ રહી હતી.
તેઓએ ૫ણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને યોગ દિવસની શુભકામના સાથે યોગના મહત્વ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમાં ઘોરણ-૫ થી ૧ર નાં ૯૦૦ થી ૫ણ વઘારે વિદ્યાર્થીઓએ ભાગ લીઘો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળા ૫રીવારે ભારે જહેમત ઉઠાવી હતી.