Sihor
સિહોર એલ.ડી.મુનિ હાઇસ્કુલ ખાતે ૭૪માં પ્રજાસત્તાક પર્વે શાનથી તિરંગો લહેરાશે
કુવાડિયા
- શહેરના અગ્રણીઓ અને સંસ્થાના સંચાલકોની ઉપસ્થિતિમાં પ્રજસ્ટ પર્વની થશે ઉજવણી; અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી શાળાના વિદ્યાર્થીઓ કરશે રજૂ
સમગ્ર દેશમાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આન બાન શાન સાથે કરવામાં આવશે. ત્યારે સિહોર પંથકમાં તમામ શાળાઓ કોલેજો તેમજ સરકારી તંત્ર દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના શતાબ્દીના સારસ્વેત્ય કાર્યક્રમ અંતર્ગત ધ્વજવંદન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.
ત્યારે આ પ્રજાસતાક પર્વની ઉજવણીમાં શ્રેષ્ઠીવર્ય ચંદ્રકાન્તભાઈ નાગરદાસ થાનાણી ના વરદ હસ્તે યોજાશે. અતિથિ વિશેષ તરીકે દાતા કિશોરભાઈ શાહ તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને શહેરના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક પેજ ઉપર કરવામાં આવશે. કાર્યક્રમ સવારે ૯:૩૦ કલાકે શરૂ કરવામાં આવશે આ કાર્યક્રમ વેળાએ શહેરના અગ્રણી આગેવાનો પણ ઉપસ્થિત રહેશે