Connect with us

Sihor

50 હજારનો ચુનો ચોપડ્યો ; સિહોરના ભંગારના વેપારીને મુંબઇનો ગઠીયો ભેટી ગયો

Published

on

50 thousand Chuno Chopadyo ; The scrap dealer of Sihore was caught in Mumbai

Pvar

રૂપિયા ૫૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યાં છતાં માલ ન મોકલ્યો વેપારીએ મુંબઇના શખ્સ વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી, જસતનો માલ આપવાનું કરી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

સિહોરના લીલાપીર વિસ્તારમાં રહેતા અને ભંગારની લે વેચ કરતા યુવાન સાથે મુંબઈના શખ્સ જસત આપવાના બહાના રોકડા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવી છેતરપીંડી આચરતા સિહોરના વેપારીએ ભાવનગર સાયબરસેલમાં કરિયાદ નોંધાવી હતી આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોરના લીલાપીર વિસ્તારમાં રહેતા અને ભંગારની લે વેચ કરતા અસ્ફાકભાઈ હનીફભાઇ એ સિહોર પોલીસ મથકમાં એવા મતલબની કરિયાદ નોંધાવી હતી કે અસ્ફાકભાઈ પર થોડા સમય પહેલા મુંબઇ થી શાહિદ અલી નામના શખ્સનો મોબાઈલ પર કોલ આવ્યો હતો અને પુછયું હતું કે તમારે જસત – ધાતુનો માલ જોઇએ છે.50 thousand Chuno Chopadyo ; The scrap dealer of Sihore was caught in Mumbai

જેમાં અસ્ફાકે બીજી વાર કોલ આવતા હા પાડેલ દરમ્યાન મુંબઈના શખ્સે માલ માટે એડવાન્સ પેમેન્ટ ની માંગણી કરતાં અસ્ફાકે ગુગલ – પે મારફતે પ્રથમ પાંચ હજાર ચૂકવ્યા હતાં બાદમાં બેંકના ખાતામાં રૂપિયા ૪૫ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કર્યાં હતાં રૂપિયા ૫૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરવા છતાં માલ ન મળતા અસ્ફાકે મુંબઇના શખ્સને અવારનવાર કોલ કરતાં એ શખ્સ વારંવાર ગલ્લા – તલ્લા કરી માલ ન મોકલી છેતરપીંડી આચરતા અસ્ફાકે સાયબરસેલ માં ફરિયાદ નોંધવી હતી

Continue Reading
Advertisement
error: Content is protected !!