Connect with us

Sihor

સિહોરમાં પાલિકા દ્વારા ગેરકાયદે ચિકન મટનની 5 દુકાનો બંધ કરાવી

Published

on

5-illegal-chicken-mutton-shops-were-closed-by-the-municipality-in-sihore

પવાર

  • આજે તંત્રએ મટન માર્કેટમાં 5 જેટલી ચિકન અને મટનની શોપ બંધ કરાવી, હાઇકોર્ટે ગેરકાયદે ધમધમી રહેલી ચિકન મટનની શોપ બંધ કરાવવા તંત્રને કડક નિર્દેશ આપ્યા હતા

રાજ્યના અનેક શહેરોમાં ગેરકાયદે ચિકન, મટનની શોપ ધમધમી રહી છે અને તેમાં કાયદાનું પાલન થતું નથી. જે અંગે તાજેતરમાં હાઇકોર્ટે ગેરકાયદે ધમધમી રહેલી ચિકન મટનની શોપ બંધ કરાવવા તંત્રને કડક નિર્દેશ આપ્યા હતા. જે બાદ છેલ્લા બે દિવસથી પાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે આજે સિહોર પાલિકાની ટીમ મટન માર્કેટ ખાટકીવાડ પહોંચી હતી અને ગેરકાયદેસર ધમધમતી 5 જેટલી દુકાનો બંધ કરાવી હતી.પાલિકા દ્વારા ગેરકાયદે ચિકન-મટનની દુકાનો બંધ કરવાના હાઇકોર્ટના કડક આદેશનો અમલ કરવાની શરૂઆત કરવામાં આવી છે.

5-illegal-chicken-mutton-shops-were-closed-by-the-municipality-in-sihore

છેલ્લા બે દિવસથી પાલિકા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને શહેરના ધમધમતા ગેરકાયદેસર ચિકન, મટનના શોપ બંધ કરાવવામાં આવી રહ્યા છે. બાદ છેલ્લા કેટલાક દિવસથી નગરપાલિકાનું તંત્ર આ અંગે સઘન કાર્યવાહી કરી રહ્યું છે. જેમાં ગઈકાલે તંત્રએ 5 જેટલી ચિકન અને મટનની શોપ બંધ કરાવી હતી. કેટલાક વેપારીઓએ તો શ્વૈચ્છિક પોતાનો ધંધો બંધ કરી દીધો છે. તો કેટલાક વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. પાલિકાએ જણાવ્યું હતું કે, આ કામગીરી હાઇકોર્ટના આદેશથી કરવામાં આવી રહી છે અને કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

error: Content is protected !!