Connect with us

Sihor

સિહોરના ખાખરીયા ગામની નદી પાસે આવેલ વાડીની લાઈટના અંજવાળે જુગાર રમતા 5 ઝડપાયા, 3 ફરાર

Published

on

5 caught gambling under the light of a wadi near the river in Khakhariya village of Sihore, 3 absconding

પવાર

સિહોર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ખાખરીયા ગામની નદી પાસે આવેલ વાડીમાં લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને રોકડ સાથે ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે સિહોર પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર સિહોર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન ખાખરીયા ગામ પાસે આવતા ચોક્કસ બાતમી મળી હતી કે, ખાખરીયા ગામની નદીમાં આવેલ ડોલરીયા દાદાની પાસે ડેરી પાસે અમુક માણસો વાડીની લાઈટના અંજવાળે જાહેરમાં કેટલાક શખ્સો પૈસા-પાનાં વડે તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે. જે હકીકત આધારે ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરી જુગારની બાજીમા મગ્ન બનેલા આઠ શખ્સોની ધડપકડ કરી હતી.

5 caught gambling under the light of a wadi near the river in Khakhariya village of Sihore, 3 absconding

ઝડપાયેલા શખ્સોમાં ​​​​​​​અરવિંદ કોરાળા ઉ.મ.43, રાજુ ઉર્ફે ખાન ઉ.મ.41, વિનુ કુવાડીયા ઉ.મ.45, મેરાભાઈ કુવાડીયા ઉ.મ.47 તથા ગિલાભાઇ ઉ.મ.35 પાંચ શખ્સો ઝડપાયા હતા જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટવા સફળ રહ્યા હતા જે અંગે પૂછતાં જેમાં યોગેશ ભાઈ મનુભાઈ ચેડાસમા તથા જીતુ રાઠોડ નાસી છૂટ્યા હતા, જેમાં જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 18,210 તથા એક્ટિવા મોટર સાઈકલ કી.રૂ.50 હજાર સહિત કુલ 68,210ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!