Connect with us

Bhavnagar

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 38 મી રથયાત્રાનું આયોજન – તડામાર તૈયારીઓ

Published

on

38th Rath Yatra of Lord Jagannath Ji organized in Bhavnagar - preparations in full swing

પવાર

આગામી તા-20 જુનને મંગળવારના રોજ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 38મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.આ રથયાત્રા ની તૈયારી રૂપે ભાવનગરમાં જુદા- જુદા સ્થાનો પર કટ આઉટ, હોડિંગ લગાવવામાં આવી રહ્યા છે. જેમાં ઘોઘા ગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણનું 33 ફૂટનું કટ આઉટ લગાવવામાં આવેલ છે.બિઝનેસ સેન્ટર ખાતે હનુમાનજી મહારાજનું વિશાળ હોડિંગ લગાવવામાં આવેલ છે .

38th Rath Yatra of Lord Jagannath Ji organized in Bhavnagar - preparations in full swing

આ ઉપરાંત ભાવનગરના જુદા-જુદા વિસ્તારને શણગારવા માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવેલ છે. ભાવનગર ને કેસરિયા માહોલ થી રંગવા માટે આશરે 25 થી 30 હજાર કેસરી ધ્વજો બનાવવાનું કાર્ય હાલ રથયાત્રા કાર્યાલય ખાતે અરવિંદભાઈ રાઠોડના નેતૃત્વમાં તેમની ટીમ દ્વારા તથા જુદા જુદા મંડળો દ્વારા કરવામાં આવેલ છે.આ ઉપરાંત આગામી દિવસોમાં ભાવનગરના રાજમાર્ગ પર કેસરી કમાન, ગેઈટ્સ વગેરે પણ ઊભા કરવામાં આવનાર છે.

38th Rath Yatra of Lord Jagannath Ji organized in Bhavnagar - preparations in full swing

દર વર્ષ મુજબ આ રથયાત્રામાં દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છેતેપ્રમાણે આ વર્ષે પણ ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા ઉપરાંત દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થવાનો છે તે મુજબ રથયાત્રા સમિતિ દ્વારા રૂટ પરના મંડળો અને સંસ્થાઓ દ્વારા પ્રસાદી,ભગવાનનું સ્વાગત તથા વિસ્તારને શણગારવામાં આવનાર છે.આ વર્ષે ઉમળકાભેર ભગવાનના દર્શન કરવા માટે અને ભગવાનનું સ્વાગત કરવા માટે લોકોમાં ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!