Sihor
સિહોર જાગરણ મંચ દ્વારા દ્વિતીય રકતદાન શિબિર યોજાઈ, રકતદાતાઓને ગીતાજી પુસ્તક અર્પણ કરવામાં આવ્યું

Pvar
સિહોર હિન્દુ જાગરણ મંચ વિભાગ દ્વારા ટાઉનહોલ પેલેસ ખાતે ભારતમાતાના રક્ષણ અર્થે પોતાના પ્રાણ નું બલિદાન આપનારા ભારતમાતા ના વીર સપૂતો અને યુવાનો ના પ્રેરણા સ્તોત્ર વીર શહીદ ભગતસિંહજી, સુખદેવજી, અને રાજગુરુજી ના નિર્વાણ દિવસ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું
આ રકતદાન કેમ્પ દ્વારા શહીદો એ આપેલ બલિદાનને સિહોર ના યુવાનો એ રકતદાન કરી રક્તઆહુતિ યજ્ઞ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ આ રકતદાન આહુતિ યજ્ઞ માં મોટી સંખ્યામાં આગેવાનો,યુવાનો ,મિત્ર મંડળ સહિત રકતદાન માટે મોટી કતારો લાગી હતી આ તેમજ હિન્દુ જાગરણ મંચ દ્વારા આ દ્વિતીય રકતદાન કેમ્પ દરમિયાન તમામ રકતદાતા ઓ ને પ્રેરણા રૂપ ગીતાજી નું પુસ્તક અર્પણ કરવામાં આવેલ તેમજ ભાવનગર સર ટી હોસ્પિટલ બ્લડબેંક દ્વારા સન્માનપત્ર આપી રક્તદાન કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું