Connect with us

Bhavnagar

ભાવનગર ડમીકાંડના વધુ 2 આરોપીની ધરપકડ ; કુલ ધરપકડનો આંક 39 પર પહોંચ્યો

Published

on

2 more accused arrested in Bhavnagar dummy incident; The total number of arrests reached 39

બરફવાળા

પોલીસે ડમીકાંડના વધુ આરોપીઓની ઓળખ કરવા માટે આધુનિક ટેકનોલોજીની મદદ પણ લેવાની શરૂઆત કરી – અનેકની નોકરીઓની વાટ લગી જશે..

યુવરાજસિંહ જાડેજાએ ખુલ્લા પાડેલા ભાવનગરના ડમીકાંડમાં ધરપકડના આંકમાં ફરી વધારો થયો છે. ભાવનગર એસ.ઓ.જી એ ગતરોજ એક આરોપી અને આજરોજ બે આરોપીની ધરપકડ કરી છે. ઉપરાંત હજુ પણ કેટલાક આરોપી સુધી પહોંચવા માટે ભાવનગર પોલીસે અત્યાધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે. આમ કહી શકાય કે ડમીકાંડમાં સંડોવાયેલા અનેક આરોપીની ધરપકડ આગામી દિવસોમાં પોલીસ કરી શકે છે. મળતી વિગતો અનુસાર ભાવનગરના ચકચારી ડમીકાંડ મામલે ઝડપાયેલા આરોપીની સંખ્યામાં વધારો થયો છે. ગતરોજ 10 મેના રોજ ભાવનગર એસ.ઓ.જી દ્વારા મલ્હાર તુષારભાઈ નામના 27 વર્ષીય યુવકને ઝડપી પાડ્યો હતો. જેના પર આરોપ છે કે તેણે 20 માર્ચ 2022ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પોતાના બદલે ડમી ઉમેદવાર બેસાડ્યો હતો. ત્યારે આજરોજ ભાવનગર એસ.ઓ.જી. દ્વારા વધુ બે આરોપીની ડમીકાંડમાં ધરપકડ કરવામાં આવી છે. આજરોજ 11 મેના રોજ ભાવનગર એસ.ઓ.જી. દ્વારા તળાજાના સથરા ગામના 28 વર્ષીય આરોપી કૌશીક મહાશંકરભાઈ અને તળાજાના દાઠા ગામના 32 વર્ષીય રાજુ ઉર્ફે રાજ ગીગાભાઈની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીના નામ ડમીકાંડ મામલે નોંધાયેલી ફરિયાદમાં સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

2 more accused arrested in Bhavnagar dummy incident; The total number of arrests reached 39

અત્રે ઉલ્લેખનીય છે કે સૌ પ્રથમ ભાવનગર પોલીસે કુલ 36 આરોપીઓ વિરૂધ્ધ નામ જોગ ગુનો દાખલ કરી FIR નોંધી હતી. ત્યાર બાદ આ તપાસમાં નામ ખુલતા 22 આરોપીની ધરપકડ થઈ છે જેમના નામ એફ.આઈ.આર.માં નોંધાયેલા ન હતા. આમ કુલ ધરપકડ થયેલા આરોપીનો આંક 39 પર પહોંચ્યો છે, જ્યારે કુલ આરોપીની સંખ્યા 58 છે. આમ જો ડમીકાંડના કુલ આરોપીની સંખ્યાની વાત કરીએ તો હાલ સુધીમાં ભાવનગર પોલીસે ફરિયાદમાં નોંધાયેલા કુલ 39 આરોપીની ઓળખ કરી ધરપકડ કરી છે. સાથે જ ભાવનગર પોલીસે ડમીકાંડના વધુ આરોપીઓની ઓળખ કરવા માટે આધુનિક ટેકનોલોજીની મદદ પણ લેવાની શરૂઆત કરી છે. જેમાં ફેસ રેકોગ્નાઈઝેશન સિસ્ટમ કરતા પણ વધુ સચોટ અને આધુનિક ટેકનોલોજીની મદદથી વિદ્યાર્થીઓની હોલ ટિકીટના ફોટોની ખરાઈ કરવામાં આવશે. આમ જે હોલ ટિકીટમાં ફોટો સાથે ચેડા કરવામાં આવ્યા હશે તે તમામ આરોપી બનશે. ત્યારે વકી સેવાઈ રહી છે કે ડમીકાંડમાં કેટલાક સરકારી નોકરી પર લાગી ગયેલી વ્યક્તિઓ પણ આરોપી બની શકે છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!