Sihor
સિહોર નજીક આવેલ રાજપરાના કાકા – ભત્રીજા ને સસ્તામાં સોનાનુ બિસ્કિટ આપવાનું કહી ગારિયાધાર ના 2શખ્સો 10લાખ લઈ ગયા
પવાર
- રાજપરા (ખો.)ગામના કાકા ભત્રીજાને બાવળા નજીક બિસ્કિટની ડિલિવરી માટે કારમાં આવેલા અન્ય 4શખ્સોએ એલસીબીની ઓળખ આપી રૂપિયાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવાઈ
સિહોર તાલુકાના રાજપરા (ખો.)ગામે રહેતા કાકા – ભત્રીજાને જીએસટી બિલ સસ્તામાં સોનાનુ બિસ્કિટ અપાવવાનું કહી ગારિયાધારના 2શખ્સોએ બાવળા નજીક કારમાં આવેલા અન્ય 4શખ્સો સાથે મળી એલસીબીની ઓળખ આપી કારમાં બેસાડી અમદાવાદ રોડ પર લઈ જઈ રૂપિયા 10લાખ લઈ નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.સિહોરના રાજપરા(ખો.) ગામે રહેતા અશોકભાઈ રામભાઈ ડાંગરના પાનના ગલ્લે ગારિયાધારના પાનસડા ગામનો ભાવેશ દિનેશભાઈ પરમાર અને કમલેશ ઉર્ફે કમાભાઈ (રે. ગારિયાધાર) સસ્તામાં સોનાનુ બિસ્કિટ ખરીદવું હોય તો કહેજો તેમ કહેતા અશોભાઈએ પોતાના કાકા રાજુભાઈ પાંચાભાઈ ડાંગરને વાત કરતા બન્નેએ બિસ્કિટ ખરીદવાનું નક્કી કર્યું હતું
દરમ્યાનમાં ભાવેશ અને કમલેશે 10લાખની કિંમતના બિસ્કિટના બાના પેટે 1લાખ લઈ બાદમાં બાવળા નજીક ભાયલા ગામના રોડ નજીક બિસ્કિટ લેવા બોલાવ્યા હતા આથી બન્ને પોતાની કાર લઈ નિયત સ્થળે પહોંચ્યા હતાજેમાં સ્થળ પર હાજર ભાવેશે બન્ને પાસે થઈ પ્રથમ રૂપિયા 9લાખ લઈ લીધા હતા અને ત્યાર બાદ કાળા કલરની બેગ સાથે આવેલા એક શખ્સ આવ્યો હતો અને ભાવેશે આ વ્યક્તિ બિસ્કિટ લાવ્યો છે તેમ કહી થોડીવાર વાત -ચિત્તમાં રાખ્યા હતા જે દરમ્યાન કારમાં આવેલા 4અજાણ્યા શખ્સોએ પૂછપરછ કરી એલસીબીના માણસો હોવાની ઓળખ આપી તમામને કારમાં બેસાડી અમદાવાદ રોડ પર લઈ જઈ વધુ પૂછપરછ કરતા ભાવેશે કહેલકે આ બન્ને નિર્દોષ છે, કેસ કરવો હોય તો મારી સામે કરો તેમ કહેતા ભાવેશ સમેત તમામ શખ્સો રૂપિયા 9લાખ લઈ નાસી છૂટ્યા હતા.
આ અંગે કેરાળા જીઆઈડીસી પોલીસે જુદી -જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.