Bhavnagar
ભાવનગર રેલ્વે મંડલના ૨ કર્મચારીઓનું રેલ્વે સંરક્ષામાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા
પવાર
સિહોર રેલ્વે જંકશન ના કર્મચારી પ્રદીપ પરમાર ને પણ કરાયા સન્માનિત
ભાવનગર મંડલના પી મેઈન રૂષભ દ્વારા સુરેશ ચૌહાણ જૂનાગઢ અને સિહોર જંકશનમાં ફરજ બજાવતા પ્રદીપ પરમારને ફરજ પરના સમયે અનિચ્છનીય બનાવ નિવારવા માટે તકેદારી રાખવા બદલ શ્રી અભિનવ જેફ, વરિષ્ઠ મંડલ પરિચાલન પ્રબંધક દ્વારા યોગ્યતા પ્રમાણ-પત્ર (સર્ટિફિકેટ ઑફ મેરિટ) એનાયત કરવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહેમદના જણાવ્યા અનુસાર, પી. મેઈન રૂષભ સુરેશ ચૌહાણ (જૂનાગઢ)એ ૧૭/૪/૨૩ની રાત્રે ટ્રેન નં. 06301 મદુરઈ-વેરાવળના એક કોચના પૈડામાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ કરી હતી. ત્યારે તેમણે તરત જ જોખમનો સંકેત આપી જૂનાગઢ સ્ટેશન સ્ટાફ અને આરપીએફ(RPF)ને જાણ કરી હતી. તાત્કાલીક કાર્યવાહી કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી.
પી. મેઈન પ્રદીપ પરમાર (સિહોર જં.) એ 11.04.2023 ના રોજ, માલગાડીના એક વ્હીલનો બ્રેક બ્લોક જામ જોયો, તેમણે તરત જ લાલ ઝંડો બતાવ્યો અને સ્ટેશન માસ્ટર સિહોર જં.ને જાણ કરી. ટ્રેનને સિહોર જં. સ્ટેશન પર રોકીને યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ હતી. સન્માનિત કર્મચારીઓએ રેલ્વે સંરક્ષામાં ખામી શોધીને તાત્કાલિક યોગ્ય પગલાં લઈને અણધારી ઘટનાઓ અને સંભવિત નુકસાનથી બચાવ્યા છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલે પણ બંને કર્મચારીઓની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ટ કાર્ય કરતા રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.