Connect with us

Bhavnagar

ભાવનગરના મહુવાથી રાજકોટ ગયેલ ૧૬૦૦ કિલો અખાદ્ય પનીર પકડાયુ : ૮ ડેરીઓમાં થવાનું હતુ સપ્લાય

Published

on

1600 kg of inedible cheese from Mahwa in Bhavnagar to Rajkot was caught: Supply was to be done in 8 dairies

પવાર

ધાબડો ભાઇ ધાબડો…

અગાઉ સિહોર તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવનાર ડો જયેશ વકાણી અને ટીમના રાજકોટમાં દરોડા, તંત્ર અને અધિકારીઓ પણ ચોંકયા : મહુવાની રામકૃષ્ણ ડેરીમાંથી જથ્થો ગતરાતે ટેમ્પોમાં રાજકોટ પોહચ્યો ; ત્રણ લાખનો જથ્થો સીઝ : સપ્લાય થનાર ડેરીઓ, બીલની તપાસ શરૂ : વનસ્પતિ ઘીમાંથી પનીર બનાવાયું હોવાનો ધડાકો : નફાખોરી માટે વેપારીના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા

ભાવનગર નહિ રાજ્યમાં અત્યારે કોઈ પણ વિસ્તાર એવો નહિ હોય કે જયાં તરેહ તરેહની વાનગીઓ પીરસતી હોટેલ કે રેસ્ટોરન્ટ ધમધમતા ન હોય…લોકોમાં બહારનું ભોજન લેવાના વધી રહેલા ટ્રેન્ડને કારણે હોટેલ વ્યવસાયમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. બીજી બાજુ અમુક નફાખોર તત્ત્વો દ્વારા હલકી કક્ષાની ખાદ્ય સામગ્રી ધાબડીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યાનું પણ અત્યાર સુધીમાં અનેકવાર સામે આવી ચૂકયું છે ત્યારે મહુવાથી રાજકોટ ગયેલ ૧૬૦૦ કિલો જેટલો અખાદ્ય પનીરનો જથ્થો પકડાતાં સ્વાદશોખીનોમાં સનસનાટી મચી જવા પામી છે. વનસ્પતિ ઘીમાંથી તૈયાર કરવામાં આવેલો પનીરનો આ જથ્થો મહુવામાં આવેલી રામકૃષ્ણ ડેરીમાંથી આવ્યો હોવાનું પ્રારંભીક તપાસમાં ખુલ્યું છે. ખાણીપીણીના શોખીન લોકોના તરીકે જાણીતા રાજ્યમાં નકલી દૂધ અને ઘીનો કારોબાર મોટો છે ત્યારે પનીર જેવી મોંઘી વસ્તુ પણ મોટી ભેળસેળ કરીને સસ્તામાં વેંચવાનું કારસ્તાન લાંબા સમયથી ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. લોકોને બિમાર કરીને ખાટલામાં પાડી દે તેવા જથ્થાનો તુરંત નાશ કરાયો હતો.

1600 kg of inedible cheese from Mahwa in Bhavnagar to Rajkot was caught: Supply was to be done in 8 dairies

વનસ્પતિ ઘીમાંથી તૈયાર કરવામાં આવેલો પનીરનો આ જથ્થો મહુવામાં આવેલી રામકૃષ્ણ ડેરીમાંથી રાજકોટ પોહચતા પ્રારંભીક તપાસમાં ખુલતા આ જથ્થાનો કચરાના ડમ્પીંગ યાર્ડ ખાતે નાશ કરી નંખાયો છે. ફૂડ શાખાએ બાતમીના આધારે શહેરના ઢેબર રોડ પર આવેલા ભાડલા પેટ્રોલ પમ્પ નજીક ભુતખાના ચોકમાં વોચ ગોઠવી હતી. શહેરમાં ભેળસેળયુકત પનીર સપ્લાય થતું હોવાની માહિતી પરથી આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણી, ડેઝી. ઓફિસર ડો.હાર્દિક મહેતા, ફૂડ ઓફિસર આર.આર.પરમાર, કે.એમ.રાઠોડ દ્વારા બાતમી મુજબનું બોલેરો વાન નં. જીજે 04 એડબલ્યુ 3877 અટકાવીને તલાસી લેવામાં આવી હતી. તેમાંથી અન્ય વાહનમાં પનીરની સપ્લાય કરતા રામનાથપરા મેઇન રોડ પરના ધંધાર્થી ઇમ્તીયાઝ જુમ્માભાઇ કાનીયાની પુછપરછ કરતા તે દોઢ વર્ષથી શહેર અને આજુબાજુના તાલુકાના વિસ્તારોમાં પની સપ્લાય કરતા હોવાનું કબુલ્યું હતું. આ વાહનમાં 20-20 કિલોના 80 બોકસ મળી 1600 કિલો લુઝ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો મહુવાના મેસવાડ ગામે આવેલ રામકૃષ્ણ ડેરીમાંથી મંગાવ્યાનું ખુલતા તેની પાસેથી આઠ ઇ-વે બીલ પકડી ત્યાં તપાસ શરૂ કરી છે. રૂા. 190 લેખે આ 3.04 લાખનો જથ્થો ભેળસેળયુકત હોવાનું તેણે સ્વીકારતા પૂરા માલનો નાશ કરી દેવામાં આવ્યો છે. તો ફૂડ એકટ મુજબ નમુનો પણ લેવાયો છે. આ પછી જથ્થો મંગાવનાર વેપારીની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું

Advertisement
error: Content is protected !!