Connect with us

Gujarat

કુલ્લુ-મનાલીથી મોટરસાયકલમાં ટ્રેકિંગ માટે નીકળેલા 14 ગુજરાતી યુવાનો સલામત

Published

on

14 Gujarati youths who set out for trekking in motorcycle from Kullu-Manali are safe

બરફવાળા

રાજ્ય સરકારે હિમાચલ પ્રદેશના રાહત સચિવનો સંપર્ક કરી યુવાનોની સલામતીની પુષ્ટિ મેળવી

હિમાચલ પ્રદેશમાં મનાલી-કુલ્લુથી મોટરસાયકલ દ્વારા ટ્રેકિંગ માટે નીકળેલા 14 જેટલા ગુજરાતી યુવાનો સહિ સલામત છે. ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું છે કે, ગુજરાતના આ યુવાઓ હિમાચલ પ્રદેશના કુલ્લુ – મનાલીના પ્રવાસ દરમિયાન મોટરસાયકલ દ્વારા આગળ જવા ટ્રેકિંગ માટે નીકળેલા હતા. તેમનો સંપર્ક પાછલા બે-ત્રણ દિવસથી કુલ્લુ મનાલીમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિને કારણે થઈ શક્તો ન હતો.

14 Gujarati youths who set out for trekking in motorcycle from Kullu-Manali are safe

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે રાજ્યના રાહત કમિશનર તંત્રને સાબદુ કરીને આ યુવાઓની ભાળ મેળવવા દિશા નિર્દેશો આપ્યા હતા.મુખ્યમંત્રી ની સૂચનાઓને પગલે રાહત કમિશનર આલોક પાંડે એ હિમાચલ પ્રદેશના રાહત સચિવ શર્મા સાથે ટેલિફોનિક સંપર્ક કરીને આ 14 યુવાનોની સંપૂર્ણ વિગતો આપી તેમને મદદરૂપ થવા જણાવ્યું હતું. હિમાચલ પ્રદેશના રાહત સચિવે તેમના તંત્રને તત્કાલ યોગ્ય કાર્યવાહીની સૂચનાઓ આપી આ યુવાનોની ભાળ મેળવી. ગઈકાલે બુધવારે મોડી સાંજે હિમાચલ પ્રદેશના રાહત સચિવ શર્માએ ગુજરાતના રાહત કમિશનરનો પુન: સંપર્ક કરીને જણાવ્યું હતું કે, કુલ્લુમાં પાછલા દિવસોમાં સર્જાયેલી વરસાદી સ્થિતિ અને અંધારપટને કારણે આ યુવાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

Advertisement
error: Content is protected !!