Connect with us

Bhavnagar

ભાવનગર શહેરના જેલ રોડ પર આવેલ આયુષ સોનોગ્રાફી એન્ડ એક્ષ-રે ક્લિનિક માંથી 11 પીધેલા ઝડપાયા

Published

on

11 drunkards caught from AYUSH Sonography and X-ray Clinic on Jail Road in Bhavnagar city

બ્રિજેશ

ભાવનગર શહેરના જેલ રોડ પર આવેલ એક સોનોગ્રાફી ક્લિનિકમાં ઈંગ્લીશ દારૂની પાર્ટીમાં દારૂ કરતા શખ્સો 11 શખ્સોને નિલમબાગ પોલીસના જવાનોએ પીધેલાઓની ધડપકડ કરી પોલીસ મથકે લાવી દારૂનો નશો ઉતાર્યો હતો. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના સમયે શહેરના નિલમબાગ પોલીસને કોલ મળ્યો હતો કે, જેલ રોડ પર આવેલ આદર્શ કોમ્પલેક્ષમા આયુષ સોનોગ્રાફી એન્ડ એક્ષ-રે ક્લિનિકમાં મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા છે અને કેફી પીણું પી પાર્ટી કરી રહ્યા છે, જે હકીકત આધારે ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરી ઈંગ્લીશ દારૂની મહેફિલ માણી રહેલ 11 શખ્સોની ધરપકડ કરી હતી.

11 drunkards caught from AYUSH Sonography and X-ray Clinic on Jail Road in Bhavnagar city

જેમાં સાજન મકવાણા રે.પ્રભુદાસતળાવ, સુરેશ સોલંકી રે.ક.પરા., પ્રતીક મકવાણા રે.કામ્બડ ફળી પાનવાડી, હિરેન જાંબુચા રે.પાનવાડી, હર્ષદ ચૌહાણ રે.પાનવાડી, રૂદ્ર ચૌહાણ રે.વડવા ચોરા, દેવાંશ મકવાણા રે.વડવા, રવિ જાંબુચા રે.વડવા, અમિત ચૌહાણ રે.વડવા, કમલેશ મકવાણા રે.ક.પરા. અને પવન ડાભી રે.ક.પરા વાળાઓને સ્થળ પરથી એક દારૂની બોટલ કિંમત રૂ.266 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!