Bhavnagar
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાતનો 100મો એપીસોડ ; જિલ્લા ભાજપ આગેવાનોની બેઠક મળી

કુવાડિયા
જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમને ભવ્યાતિભવ્ય બનાવવા તડામાર તૈયારીઓ, ૧૫૫૭ બૂથ , ૨૫૭ શક્તિકેન્દ્ર અને ૨૩ વિશિષ્ટ સ્થાનો પર મન કી બાત કાર્યક્રમ અભિયાન
કાલે તા.30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘મન કી બાત’ નો 100 મો એપીસોડ પ્રસારીત થયો હતો ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણાના માર્ગદર્શન હેઠળ બેઠકોનું આયોજન થઈ રહ્યું છે.
કાલે રવિવારે સવારે ૧૧.૦૦ થી ૧૧.૩૦ જીલ્લા ભાજપા ભાવનગર દ્વારા ૧૫૫૭ બૂથ , ૨૫૭ શક્તિકેન્દ્ર અને ૨૩ વિશિષ્ટ સ્થાનો પર કાર્યક્રમો દ્વારા મન કી બાતનો કાર્યક્રમ અભિયાન અંતર્ગત સમાજના છેવાડાના લોકો આશરે ૧ લાખ જન સમૂહ કાર્યક્રમ નિહાળે અને તાલુકા મથકો શહેરો ગામે ગામ ઘેરઘેર પરિવારો સહ ૬ થી ૭ લાખ જીલ્લાની જનતા મન કી બાત નો કાર્યક્રમમાં ભાગીદાર બનાવવા જીલ્લા ભાજપા દ્વારા ટોપ ટુ બોટમ વ્યાપક અભિયાન અંતર્ગત કાર્યક્રમો થશે મન કી બાત અંતર્ગત શનિવાર એ સવારે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જીલ્લા ભાજપા પ્રમુખશ્રી આર.સી.મકવાણા મહામંત્રીશ્રી સી.પી.સરવૈયા, ભરતભાઇ મેર , રાજુભાઇ ફાળકી, મન કી બાત ઇન્ચાર્જ નાનુભાઈ ડાંખરા , કિશોરભાઈ ભટ્ટ, રાજુભાઇ બાબરીયા , મુકેશભાઇ પંડિત , સૌરાષ્ટ્ર ઝોન સોશિયલ મીડિયા સહ ઇન્ચાર્જ અભયભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ભાજપા આગેવાનો, તાલુકા મંડલ, શહેર, શક્તિકેન્દ્રો, બૂથ પ્રમુખ, કાર્યકર્તા ભાઈઓ બહેનો સખત જહેમત સાથે કાર્યક્રમને સફળ જહેમત ઉઠાવી રહ્યા હતા.