Connect with us

Gujarat

વારાણસી પાસે ‘ગદૌલી ધામ કાશી ક્ષેત્ર’ પ્રથમ સ્થાપના દિવસ પ્રસંગે ૧૦૦૮ કન્યાદાન મહાયજ્ઞ

Published

on

પવાર

ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી શ્રી સુનીલ ઓઝા સ્થાપિત સંસ્થા દ્વારા આગામી રવિવારે ભવ્ય આયોજન

ગંગા કિનારે વારાણસી પાસે ‘ગદૌલી ધામ કાશી ક્ષેત્ર’ પ્રથમ સ્થાપના દિવસે ૧૦૦૮ કન્યાદાન મહાયજ્ઞ યોજાશે. ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી શ્રી સુનીલ ઓઝા સ્થાપિત આ સંસ્થા દ્વારા આગામી રવિવારે ભવ્ય આયોજન થયું છે. ભારત વર્ષના સુપ્રસિદ્ધ તીર્થ ગંગા કિનારે વારાણસી પાસે ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી શ્રી સુનીલ ઓઝાના નેતૃત્વમાં ઓ.એસ. બાલકુંદન ફાઉન્ડેશન અંતર્ગત ‘ગદૌલી ધામ કાશી ક્ષેત્ર’ પ્રથમ સ્થાપના દિવસ નિમિત્તે પાંચ દિવસ વિવિધ કાર્યક્રમ આયોજનો થયા છે,

1008 Kanyadan Mahayagna on the occasion of first foundation day of 'Gadauli Dham Kashi Kshetra' near Varanasi

અહી રવિવાર તા.૧૨ના ૧૦૦૮ કન્યાદાન મહાયજ્ઞ યોજાશે. ગંગા મૈયાના કિનારે વારાણસી પાસેના વિશાળ ‘ગદૌલી ધામ’ નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં બુધવાર તા.૮થી રવિવાર તા.૧૨ દરમિયાન સ્થાપના વિવિધ આયોજનો થયા છે. બુધવાર તા.૮થી શુક્રવાર તા.૧૦ ખેલ મહોત્સવ, શનિવાર તા.૧૧ મહા રુદ્રાભિષેક તથા અખંડ રામાયણ પાઠ અને રવિવાર તા.૧૨ શ્રી બાલેશ્વર મહાદેવ સ્થાપના દિવસ પ્રસંગ પર નગર યાત્રા, જગન્નાથ ભવન શિલાન્યાસ અને ૧૦૦૮ કન્યાદાન મહાદાન સમારોહ યોજાશે. આ સાથે મહા ભંડારાનો લાભ સૌ લેશે. અહી યોજાનાર ૧૦૦૮ સમૂહ લગ્નમાં શ્રમ વિભાગ ઉત્તરપ્રદેશ દ્વારા સહયોગ રહેલ છે. શ્રી સુનીલ ઓઝા સાથે ગદૌલી ધામ પરિવાર અને શુભેચ્છક કાર્યકર્તાઓ દ્વારા સુંદર અને ભવ્ય આયોજન થયું છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!