Connect with us

Sihor

સિહોર પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાન કે મિલકત ભાડે આપનાર સામે કાર્યવાહી ; પીઆઇ ગોહિલ

Published

on

સિહોર પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાન કે મિલકત ભાડે આપનાર સામે કાર્યવાહી ; પીઆઇ ગોહિલ

મકાન કે મિલકત ભાડે આપનારે પોલીસને લેખિત જાણ કરવાની રહેશે, સરકાર દ્વારા ઓનલાઈન પોલીસ પોર્ટલમાં ઓનલાઈન અરજી કરીને પ્રમાણપત્ર મેળવવાનું રહેશે, જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી ; સિહોર પોલીસ પીઆઇ ગોહિલ

પવાર – દેવરાજ
ભૂતકાળમાં જિલ્લા કે રાજ્યમાં સ્થાનિક લોકોને ગેરમાર્ગે દોરી ગણતરીપૂર્વક ગુપ્ત સહારો અને પીઠબળ મેળવી જાહેર સુલેહ શાંતિ અને સલામતી ભંગની અનેક ઘટનાઓ બની છે ત્યારે સિહોર પોલીસ આ મામલે એક્શનમાં આવી છે. કોઇપણ મકાન માલિક જ્યારે ભાડે આપે અથવા અન્ય રીતે મકાન ઉપયોગ કરવા આપે ત્યારે સિહોર પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇપણ વ્યક્તિને ભાડે આપનાર સામે પોલીસે લાલ આંખ કરી છે.

મકાન માલિક અગર માલિક વતી મકાન ભાડે આપવાની સત્તા ધરાવતી વ્યક્તિ જ્યારે મકાન ભાડે આપે તથા અન્ય રીતે ઉપયોગ કરવા આપે ત્યારે મકાનની વિગત, ભાડુઆત કે સબંધિત દલાલ કે ભાડુઆતની ઓળખ આપનાર અંગેની જરૂરી માહિતી આપીને સિહોર પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે. જેમાં મકાન માલિક અથવા મકાન ભાડે આપનારની સત્તા ધરાવનારનું પુરુ નામ, સરનામું, ફોન નંબર, મોબાઇલ નંબર, મકાન ભાડે રાખનાર વ્યક્તિનો ફોન નંબર, મોબાઇલ નંબર, મકાન ભાડે આપવાનું છે તેનું પુરેપુરૂ સરનામું, મકાન નંબર, સોસાયટી વિસ્તાર મકાનની વિગત, કેટલા રૂમ, રસોડું અને અન્ય વિગત મકાન ભાડે આપ્યા તારીખ જણાવવી પડશે. મકાન ભાડે આપવા માટે સહયોગ તથા સંપર્ક કરાવનાર વ્યક્તિનું પુરુ નામ, સરનામું, ફોન નંબર, મોબાઇલ નંબર, મકાન ભાડે રાખનાર વ્યક્તિનો ફોન નંબર, મોબાઇલ નંબર તેમજ મકાનમાં રહેનાર તમામ વ્યક્તિની વિગત નિયત ફોર્મમાં મકાન ભાડે આપતાં સમયે સબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે. પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાન કે મિલકત ભાડે આપનાર સામે કાર્યવાહી થશે તેવું સિહોર પોલીસના પીઆઇ ગોહિલે જણાવ્યું હતું

Continue Reading
Advertisement
error: Content is protected !!