Sihor
સિહોરના વડીયા ગામે નિર્માણ કરાયેલ ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું
સિહોરના વડીયા ગામે નિર્માણ કરાયેલ ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું સ્વર્ગસ્થ જોરસિંહભાઈ પરમારના સ્મરણાર્થે ગામની શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા હેતુથી પ્રવેશદ્વારનું નવનિર્માણ, પ્રવેશદ્વાર હવે ગામની શોભા વધારશે : લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા
સિહોર તાલુકાના વડીયા ગામ ખાતે નિર્માણ કરવામાં આવેલ ભવ્ય પ્રવેશદ્વારનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ લોકાર્પણ પ્રસંગે આમંત્રિતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રવેશદ્વાર હવે ગામની શોભા વધારવાનું કામ કરશે ગતરોજ શનિવારના દિવસે વડીયા ગામના સામાજિક આગેવાન દિલીપસિંહ જોરસિંહભાઈ પરમાર દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતાશ્રી જોરસિંહભાઈ જાદવભાઈ પરમારના સ્મરણાર્થે ગામની શોભામાં અભિવૃદ્ધિ થાય તેવા સંત શ્રી જાયારામ બાપા પ્રવેશદ્વારનું લોકાર્પણ કરેલ છે. જેમાં ગામ ના સર્વે સામાજિક આગેવાન તેમજ જ્ઞાતિજનો ઉત્સાહ સાથે ઉપસ્થિત રહી કાર્યક્રમ ને પાર પાડેલ હતો. ઉલ્લેખનીય છે કે દિલીપસિંહ પરમાર દ્વારા પિતાશ્રીના સ્મરણાર્થે ગામમાં પ્રવેશ કરવાના માર્ગ પર સુંદર પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્યા બાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.