Sihor
શુક્રવારે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતિની ઉજવાશે ; સિહોર ખાતે ભવ્ય ભીમ ડાયરો યોજાશે
પવાર
તા,૧૩ અને ગુરુવારે દલિત અધિકાર મંચ દ્વારા ભીમ ડાયરા સહિત કાનૂની માર્ગદર્શન શિબિરનું આયોજન, શોભાયાત્રા, ભાવ વંદના, પુષ્પાંજલી સહિતના કાર્યક્રમો
ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ શુક્રવારે સિહોર સહિત જિલ્લા અને રાજ્યમાં ઉજવાશે. ગામે-ગામે શોભાયાત્રા, ભાવવંદના, પુષ્પાંજલી સહિતના કાર્યક્રમો યોજાશે. બંધારણના ઘડવૈયા મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતિ નિમિતે દલિત અધીકાર મંચ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરના જીવન- સંઘર્ષ પર આધારીત ભીમ- સંઘર્ષ ગાથા તથા ભીમ ભજન ડાયરો સિહોર ખાતે યોજાશે. તા.૧૩ ને ગુરુવારના રોજ સાંજે ૬ કલાકે યોજાનાર ડાયરામાં સિહોર સાથે રાજ્યભરના દલિત સમાજ પરીવાર સહીત ડાયરા પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
એક શામ બાબા કે નામ ભીમ ડાયરાનું આયોજન દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવ્યું છે. ગાયક બાબુભાઈ બારોટ, હર્ષાબેન બારોટ, બાબુદાદા ભાલીયા, હિંમતભાઈ રોજિંદ, જેન્તીલાલ બારોટ સહીત કલાકારો ઉપસ્થિત રહી ડાયરાની મોજ કરાવશે. કાનુની માગદર્શન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ માં સિહોર શહેરની જનતા અને સમાજના આગેવાનો તમામને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ છે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા, હર્ષદભાઈ બાંભણીયા, ડી.પી.રાઠોડ ની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.