Connect with us

festival

મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં શ્રી મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ

Published

on

મહાભારત ચિંતન બોધ સાથે રામકથામાં શ્રી મોરારિબાપુએ લેવરાવી રાસની રમઝટ


કાકીડી ગામે સુર સંગીત સાથે મળતો કથા લાભ


Pvar
કાકીડી ગામે ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. સુર સંગીત સાથે કથા લાભ મળી રહ્યો છે.તલગાજરડાનાં વાયુમંડળમાં કાકીડી ગામે ‘શ્રી ચિત્રકૂટધામ’માં શ્રી મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથા ‘માનસ પિતામહ’ ગાનમાં ભાવિક શ્રોતાઓ સંગીત વૃંદનાં સથવારે સુર, સંગીત સાથેનો લાભ મોજથી મેળવી રહ્યાં છે. રામકથાનાં આજનાં છઠ્ઠા દિવસે રામકથામાં શ્રી મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી નીચે ઉતરી મહાભારત ચિંતન બોધ સાથે રાસની રમઝટ લેવરાવી. ‘માં તું કાળી ‘ને કલ્યાણી રે…’ રાસમાં શ્રી મોરારિબાપુ સાથે સૌ કોઈ પૂરા કથા મંડપમાં ભાવભેર રાસનાં તાલમાં નાચ્યાં. શ્રી મોરારિબાપુ સાથે રહેલ સંગીત વૃંદ દ્વારા સુંદર સંયોજન રહેલું છે. ભજન સ્તુતિ ગાનમાં શ્રી દેવાબાપુ હરિયાણી અને શ્રી પાર્થિવભાઈ હરિયાણી સાથે શ્રી હરીશચંદ્રભાઈ જોષી રહેલાં છે. સ્તુતિ, પ્રાર્થના કે ગીત ગાન સાથે વિવિધ વાદ્ય સંગીતમાં રહેલાં શ્રી પંકજભાઈ ભટ્ટ, રમેશભાઈ ચંદારાણા, શ્રી ગજાનન સાળુકે, શ્રી કીર્તિભાઈ લીંબાણી, શ્રી દિલાવરભાઈ સમા, શ્રી હિતેશગીરી ગોસ્વામી તથા શ્રી તપોધનભાઈ શર્મા સુંદર તાલ મેળવી રહ્યાં છે. આજે રાસની રમઝટમાં પણ આ સંગીતવૃંદ દ્વારા જમાવટ રહી.

error: Content is protected !!