Bhavnagar
બધા શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષકો છે ; જીતુ વાઘાણી


બધા શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષકો છે ; જીતુ વાઘાણી


ભાવનગરમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો, જિલ્લા તથા તાલુકા કક્ષાના ૪ શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર તેમજ ચેક એનાયત કરી સન્માનિત કરાયા
પવાર
ભારતમાં 5મી સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ‘શિક્ષક દિવસ’ ઉજવવામાં આવે છે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભાવનગર દ્વારા ભાવનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ વિદ્યાધીશ વિદ્યા સંકુલ સ્કૂલ, કાળીયાબીડ ખાતે યોજાયો હતો. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના ૪ શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર તેમજ ચેક એનાયત કરીને સન્માનિત કરાયા હતા. સાથે જ, અલગ અલગ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ધારૂકા કે.વ.શાળા ઉમરાળાના શ્રી પરેશભાઈ મેર, પાલીતાણાની શ્રી જાળીયા કે.વ.શાળાના શ્રીજીતેશભાઈ વલ્લભભાઈ ચૌહાણ,શ્રી જમણવાવ પ્રા.શાળાનાં શ્રી સ્નેહલબેન એચ.ત્રિવેદી,ઉમરાળાની રામણકા કેન્દ્રવતી શાળાના શ્રીજીતેન્દ્રભાઈ પટેલને જિલ્લા/તાલુકા કક્ષાના પારિતોષિક થી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અત્યારે શિક્ષણની બધી પ્રવૃત્તિઓમાં શિક્ષકો આગળ વધી રહ્યા છે. તેમણે બધા શિક્ષકો શ્રેષ્ઠ શિક્ષકો છે તેમ જણાવીને સૌને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણી,મેયરશ્રી ભરતભાઈ બારડ,ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા,આગેવાનશ્રી અભયભાઇ ચૌહાણ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિકુંજભાઈ મહેતા, મદદનીશ કલેકટરશ્રી આયુષી જૈન, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કે.એ.પટેલ, ડો.જી.એમ.સુતરીયા સહિત પૂર્વ શ્રેષ્ઠ શિક્ષણ સન્માન વિજેતા શિક્ષકો તથા બહોળી સંખ્યામાં શિક્ષક ભાઈઓ-બહેનો,નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
