Connect with us

festival

ગાઈએ ગણપતિ જગવંદન : કાલથી સિહોરમાં ગૂંજશે દુંદાળા દેવનો નાદ : ઠેર ઠેર ગણેશ સ્થાપના

Published

on

વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરૂમેદેવ સર્વકાર્યેષુ સર્વદા

ગાઈએ ગણપતિ જગવંદન : કાલથી સિહોરમાં ગૂંજશે દુંદાળા દેવનો નાદ : ઠેર ઠેર ગણેશ સ્થાપના

પંડાલો બપ્પાના આગમન માટે સજજ : તૈયારીઓને આખરીઓપ : અનેક જગ્યાએ વાજતેગાજતે શ્રીજીનું આગમન થશે : સિહોરમાં આ વર્ષે રામલલ્લાના સ્વરૂપવાળા ગણેશની મૂર્તિનું સૌથી વધુ વેચાણ : 9 ઈંચથી લઈ 9 ફૂટ સુધીની ગણેશજીની વિવિધ સ્વરૂપોની મૂર્તિઓની સ્થાપના કરાશે, પીઓપીને બદલે માટીની મૂર્તિઓનું સૌથી વધુ વેચાણ : 10 ટકા ભાવ વધારો
 

પવાર
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરૂમેદેવ સર્વકાર્યેષુ સર્વદા આવતીકાલથી ગણેશ ચતુર્થીના પરમ પાવન દિવસે થી સિહોર ગણેશમય બનશે શહેરમાં અનેક ગણેશોત્સવના નાના મોટા આયોજનો કરવામાં આવ્યા છે. તેમજ અનેક ઘરોમાં 3 દિવસ થી લઈ પાંચ દિવસ કે સાત દિવસ ના ગણપતિની સ્થાપના કરાશે. દરેક શુભકાર્યમાં પ્રથમ ગણપતિનું પૂજન કરવામાં આવે છે. કાલથી દુંદાળા દેવની  ભક્તિમાં લોકો તરબોળ બનશે. ગણેશોત્સવમાં સવારથી ગણપતિના ભક્તિમય ગીતોનો સ્વર સાંભળવા મળશે તથા સાંજે મહાઆરતી કરવામાં આવશે. અનેક જગ્યાએ વાજતે ગાજતે શ્રીજીનું આગમન થશે. સિહોર શહેર સહિત પંથકમાં આવતીકાલથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવશે. ધામધૂમથી શ્રીગણેશને ઘરોમાં, શેરીઓમાં, સોસાયટીમાં, સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસ સુધી પુજા-અર્ચન કરવામાં આવશે. શહેરમાં વિવિધ સ્થળોએ અને સોસાયટીમાં પંડાલો લગાડી દેવામાં આવ્યા છે. તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવતીકાલે શુભ મુહૂર્તમાં લોકો વાજતે ગાજતે ઘરમાં શ્રીગણેશજીની મૂર્તિની સ્થાપના કરશે. સિહોરના લોકોએ પણ મૂર્તિની ખરીદી કરી છે. 9 ઈંચથી લઈ 9 ફૂટ સુધી મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ વખતે 9 ઈંચથી 9 ફૂટ સુધીની મુર્તિઓ તૈયાર કરવામાં આવી છે. સૌથી વધુ 1 ફૂટથી 3 ફૂટ સુધીની મૂર્તિનું વેચાણ વધુ થયું છે. મોટાભાગની મૂર્તિઓનું વેચાણ થઈ ગયું છે. લોકો અગાઉથી બુકિંગ કરાવી ગયા હતા. આ વર્ષે રામલલાની મૂર્તિવાળી ગણેશજીની મુર્તિની માંગ વધુ છે. જેમાં ગણેશજીનું સ્વરૂપ રામલલા જેવું રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત શિવ, વિષ્ણુ સ્વરૂપ, ત્રિમુખ સ્વરૂપ શિવ-પાર્વતી સ્વરૂપ, એક દંત સ્વરૂપ, શ્રીકૃષ્ણ સ્વરૂપ, બાલ ગણેશ સ્વરૂપ, મુશક પર બિરાજમાન સ્વરૂપના ગણેશજી તૈયાર કરવામાં આવ્યા છે. લોકો પીઓપીની મૂર્તિને બદલે હવે માટીની મૂર્તિ ખરીદવા તરફ વળ્યા છે. પીઓપીને બદલે માટીની મૂર્તિની ડિમાન્ડ વધુ છે. દર વર્ષની માફક આ વર્ષે પણ ધામધુમથી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. વાજતે ગાજતે શ્રીજીની સ્થાપના થશે અને 10 દિવસ આરાધના કરવામાં આવશે. સિહોરના મોટા પંડાલોમાં સ્થાપના કરેલ મૂર્તિના દર્શનનો લાભ હજારો લોકો લેશે. હાલ કાલની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
 

ભારે વરસાદના કારણે મૂર્તિઓને મોટું નુકશાન


ગત સપ્તાહમાં ધોધમાર વરસાદ પડયો હતો. આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે મૂર્તિકારોને વરસાદના કારણે મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ પડતા મૂર્તિકારોએ બનાવેલ મૂર્તિઓને નુકશાન થયું હતું. માટીના ગણપતિની મૂર્તિઓ પાણીમાં ઓગળી ગઈ હતી. કેટલીક મૂર્તિઓ ખંડીત થઈ હતી. આથી તેનું વેચાણ થવું મુશ્કેલ હતું. મૂર્તિકારોએ મહામહેનતે બનાવોલ મૂર્તિઓને નુકશાન થતા તેઓ મુંઝવણમાં મુકાયા છે. જે મૂર્તિકારો માટે આ એક માત્ર કમાણીનું સાધન હતું તેઓને મોટું નુકશાન થયું છે.

error: Content is protected !!