Connect with us

Ahmedabad

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત બાદ વાહનોમાં લાગી આગ : બે લોકોના મોત : ત્રણની હાલત ગંભીર

Published

on

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત બાદ વાહનોમાં લાગી આગ : બે લોકોના મોત : ત્રણની હાલત ગંભીર


બાવળા-બગોદરા પાસે ભમાસરા ગામ પાસે ટ્રકનુ ટાયર ફાટ્યા બાદ ચાર વાહનો અથડાયા: કાપડ ભરેલી ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક બાવળાથી બગોદરા તરફ જઇ રહેલી અન્ય ટ્રક સાથે અથડાઈ:ટક્કરમાં અન્ય બે વાહનો પણ આવી ગયા


M kuvadiya
અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. બાવળા-બગોદરા પાસે ભમાસરા ગામ પાસે ટ્રકનુ ટાયર ફાટ્યા બાદ ચાર વાહનો અથડાયા હતા. ટક્કર બાદ બ્લાસ્ટ થતા વાહનોમાં આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ આવ્યું છે. આ ગામ નજીક બાવળા તરફ જઇ રહેલા કાપડ ભરેલી ટ્રકનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતાં ટ્રક બાવળાથી બગોદરા તરફ જઇ રહેલી અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં અન્ય બે વાહનો પણ આવી ગયા હતા. ટક્કર થયા બાદ બ્લાસ્ટ થતાં વાહનોમાં આગ લાગી હતી. ભંયકર અવાજ સંભાળતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવ અંગો પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરી હતી. અકસ્માત બાદ આગની ઘટના બની હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં ટ્રકના ચલાક કમલભાઈ અને અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત મોડી રાત્રે થયો હતો. અકસ્માતના પગલે કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવ સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો. મળતી વિગતો અનુસાર અકસ્માતનો ભોગ બનેલી ટ્રક ચોટીલાના રણછોડભાઈ રબારીની કંપનીની હતી. જૂનો ડ્રાઇવર રજા પર હોવાથી કમલભાઈ નામના ડ્રાઇવરને ટ્રક લઇને મોકલ્યો હતો. એ સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!