Sihor
સિહોર તાલુકાના કરકોલીયા ગામે ડાભીની વાડી વિસ્તારમાં બેઠું નાળું અને ચેકડેમ બનાવો ; માંગ ; રજુઆત
વિધાર્થી બાળકો પાણીમાંથી પસાર થવા મજબુર
સિહોર તાલુકાના કરકોલીયા ગામે ડાભીની વાડી વિસ્તારમાં બેઠું નાળું અને ચેકડેમ બનાવો ; માંગ ; રજુઆત
ગામ લોકો ખૂબ મુશ્કેલી વેઠે છે, જવા માટે કાદવ કિચડમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ, પશુપાલકોને પણ હેરાનગતિનો પાર નથી
દેવરાજ
સિહોર તાલુકાના કરકોલીયા ગામે વાડી વિસ્તારમાં ડાભી(રાઠોડ બટુકભાઈ પ્રેમજીભાઈ ના ઘર ની સામે) ડાભી વાડી વિસ્તારમાં બેઠું નાળું અને ચેકડેમ બનાવવાની માંગ ઉઠી છે. અહીં જવા માટે નો કોઇ પાકો રસ્તો નથી.આથી ડાભી ની વાડી સુધી વગેરે ગામ સુઘી જવામા ખુબજ મુશ્કેલી પડે છે. ચોમાસામા મોટાભાગ ના રસ્તાઓ કાદવ કીચડ થી ઉભરાઇ જાય છે.આથી કરકોલીયા ના લોકોને ગામ માં માર્ગ લગભગ સદંતર બંધ થઇ જાય છે. જેથી ગામમાંથી બહાર ગામ ભણવા જતા વિદ્યાર્થીઓ ને તાલુકા મથકે જતા મુસાફરો ને ગામના બિમાર અને વૂધ્ધ અશકત વ્યકતીઓ ને ખુબ જ પરેશાની ભોગવવી પડે છે. વાડી વિસ્તાર માં રહેતા ખેડૂતો અને પશુપાલકો ને ખુબજ મુશ્કેલી હેરાનગતી વેઠવી પડે છે. જેથી વહેલી તકે યોગ્ય કરવાની માંગ ઉભી થઇ છે.