Bhavnagar
ભાવનગરમાં ફાયરીંગના બનાવમાં ઇજાગ્રસ્ત બીજા ભાઇનું પણ સારવાર દરમિયાન મોત : બનાવ બેવડી હત્યામાં ફેરવાયો
ભાવનગરમાં ફાયરીંગના બનાવમાં ઇજાગ્રસ્ત બીજા ભાઇનું પણ સારવાર દરમિયાન મોત : બનાવ બેવડી હત્યામાં ફેરવાયો
દેવરાજ
ભાવનગર શહેરના જૂની વિઠ્ઠલવાડી વિસ્તારમાં ગત ૧૩ જૂનના રોજ બે સગાભાઈઓ કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઘનશ્યામસિંહ ઝાલા ઉપર ફાયરિંગ કરી આરોપીઓ નાસી છૂટયા હતા. ફાયરિંગના આ બનાવથી વિઠ્ઠલવાડી વિસ્તારમાં નાશ ભાગ પહોંચી જવા પામી હતી. બનાવવાની જાણ થતા જ પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્તરે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં કુલદીપસિંહ ઝાલા નું મોત નિપજ્યું હતું.જ્યારે ઋતુરાજસિંહ ને સારવાર માટે સર. ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ. દરમિયાન ઇજાગ્રસ્ત ઋતુરાજસિંહનું આજે સારવાર દરમિયાન ૩૫ દિવસ બાદ મોત નીપજતા આ બનાવ બેવડી હત્યામાં પરિણમ્યો છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.