Connect with us

Bhavnagar

ગણપતિ આયો બાપા…ના નાદ.. સાથે સિહોરમાં ગજાનનની શોભાયાત્રામાં બાપા મોરિયાના નાદ ગૂંજ્યા

Published

on

ગણપતિ આયો બાપા…ના નાદ.. સાથે સિહોરમાં ગજાનનની શોભાયાત્રામાં બાપા મોરિયાના નાદ ગૂંજ્યા



ગણપતિ બાપા મોરિયા’ના નાદ વચ્ચે ગણેશોત્સવનો પ્રારંભ, સિહોર બન્યું ગણપતિદાદાની ભક્તિમાં લીન, બેન્ડવાજા, અબીલ – ગુલાલની છોળો વચ્ચે વિઘ્નહર્તા દેવનું થયું આગમન : સિહોર બાહુબલી ગ્રુપ દ્વારા શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું, ભવ્ય શોભાયાત્રા નીકળી

દેવરાજ
સિહોર ખાતે બાહુબલી ગ્રુપ ગણેશ મહોત્સવની ઉજવણી નિમિત્તે ગણપતિ દાદાની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ ભકતો દ્વારા ગણપતિ બાપા મોરીયાના નારા સાથે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વિધિ સાથે ગણપતિ દાદાની સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભકતોએ દર્શનનો લાભ લીધો હતો. બાહુબલી ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવના પાવન પ્રસંગે ગણપતિ બાપા મોરિયાના નાદ અને વાજતે ગાજતે ગણેશભકતો શોભાયાત્રા સવારી સાથે નીકળ્યા હતા અને બજારમાં ગજાનંદ ગણપતિનો નાદ ગુંજી ઉઠ્યો હતો. સિહોર બાહુબલી ગ્રુપ આયોજિત ગણેશોત્સવનો સ્થાપન સાથે પ્રારંભ થયો છે. બાહુબલી ગ્રુપ તેમજ ગણેશ ભકતો ભગવાનના સ્થાપન પ્રસંગે ઉમટયા હતા વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન પૂજા અર્ચના, ભજન કિર્તન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. લોકો ગણેશ ભક્તિમાં લીન બન્યા છે. વાજતે ગાજતે, અબિલ ગુલાલની છોળો વચ્ચે વિગ્ન હર્તા દેવનું આગમન થયું હતું. સાજ સજાવટ સાથેના પંડાલોમાં ગણપતિ દાદાનું વિધિપૂર્વક સ્થાપન થયું હતું. સાંજ પડતાં જ આરતીની ગુંજથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સેંકડો ઘરોમાં પણ ગણેશ સ્થાપન થશે



વિધ્નહર્તા ઉત્સવમાં મોંઘવારી કે વરસાદનું વિઘ્ન ન નડયું.


સિહોરમાં ગણેશ ચતુર્થી ઉત્સવમાં શ્રી સ્થાપનનો મહિમા વધી રહ્યો છે. ગણેશોત્સવ માત્ર મહારાષ્ટ્રીયનો પૂરતો સિમિતન બનતાં હવે સર્વ સમાજનો ઉત્સવ બન્યો છે. જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે શહેરમાં માટી અને પીઓપીની નાની-મોટી ગણેશ મૂતિgના વેચાણમાં પણ બમણો વધારો નોંધાયો છે. ગામડામાંથી પણ લોકો ગણેશ ચતુર્થીએ સિહોરમાંથી મૂર્તિઓ લઇ જાય છે. મધ્યમ વર્ગને ગેસ, પેટ્રોલ, ડઝિલ, અનાજ, શાકભાજી, શિક્ષણ ફીમાં મોંઘવારી ભલે ખંજવાળ કરાવતી હોય પણ વિધ્નહર્તાના ઉત્સવમાં ભગવાનની આકર્ષક મૂર્તિનું બેન્ડવાજાના સૂરો વચ્ચે સમાપન થાય છે અને મોદક પ્રસાદી સાથે પંદર દિવસ વૈવિધ્ય ધાર્મિક કાર્યક્રમની રમઝટ જામશે. વિધ્નહર્તા ઉત્સવમાં મોંઘવારી કે વરસાદનું વિઘ્ન ન નડયું.

error: Content is protected !!