Connect with us

Gujarat

સિહોરના ખાંભા ગામે મહાકાય અજગર દેખાતા જ લોકોના શ્વાસ ચડ્યા અધ્ધર ; વન વિભાગનું જબરદસ્ત રેસ્ક્યુ

Published

on

સિહોરના ખાંભા ગામે મહાકાય અજગર દેખાતા જ લોકોના શ્વાસ ચડ્યા અધ્ધર ; વન વિભાગનું જબરદસ્ત રેસ્ક્યુ


ખાંભા ગામેથી મહાકાય અજગર પકડાયો, અજગરની લંબાઈ જોઈ લોકો ફફડી ઉઠ્યા, ફોરેસ્ટ વિભાગે 300 ફૂટ મોતના મુખમાં નીચે ઉતરી અજગરનું રેસ્ક્યુ કર્યું, અજગરને ગાઢ જંગલમાં છોડી દેવામાં આવ્યો, ફોરેસ્ટની જબરદસ્ત કામગીરી


દેવરાજ
સિહોરના ખાંભા ગામે એક મહાકાય અજગર દેખાયો હતો. અજગર દેખાતા લોકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાડી વિસ્તારમાં અજગર દેખાતા લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગની મદદ માંગી હતી. જેની જાણ થતા ફોરેસ્ટ વિભાગ ટીમ દ્વારા અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. અજગરનું રેસ્કયુ કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખાંભા ગામે હકુભાઈની વાડીમાં ગતરોજ રાત્રીના સમય આસપાસ વાડીમાં જોવા મળ્યો હતો. જેથી વાડી વિસ્તારના તમામ લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. બાદમાં ફોરેસ્ટ વિભાગને જાણ કરાતા ફોરેસ્ટની મદદથી ભારે જહેમત બાદ અજગરને પકડવામાં સફળતા મળી હતી. અજગરની લંબાઈ જોઈ લોકો ફફડી ઉઠ્યા હતા અજગરને ગાઢ જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. ચાલી રહેલી વરસાદની સીઝનમાં મગરો વધારે જોવા મળે છે. ગામડાની વાત કરીએ તો ગામડામાં મોટાભાગે સાપ અને અજગર વધારે જોવા મળે છે. અજગર એક બિનઝેરી સર્પની જાતી છે. અજગર સામાન્ય પણે 7 થી 9 ફૂટ લાંબો હોય છે. પરંતુ તેની મહત્તમ લંબાઈ 19 ફીટ સુધી પણ જોવા મળી છે. આવો લાંબો અજગર સિહોર નજીકના ખાંભા ગામે જોવા મળ્યો છે. અજગર દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો. અજગર એક એવું પ્રાણી છે. જે આખે-આખા માણસને ખાઈ શકે છે. ત્યારે વાડી વિસ્તારમાં અજગર દેખાતા લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગની ફોન કરી મદદ માંગી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા જબરદસ્ત અજગરનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ અજગરનું રેસ્કયુ કરાતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

error: Content is protected !!