Connect with us

Politics

મુખ્યમંત્રી કાલે ભાવનગરમાં : આવાસોનું લોકાર્પણ કરશે

Published

on

મુખ્યમંત્રી કાલે ભાવનગરમાં : આવાસોનું લોકાર્પણ કરશે


અલંગ શીપ બ્રેકીંગ યાર્ડની મુલાકાતનો પણ કાર્યક્રમ

કુવાડીયા
ભાવનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા શહેરના ભરતનગર વિસ્તારમાં બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ તા. 24ને શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે.
આવાસના લોકાર્પણ કાર્યક્રમનું સરદારનગર ઓડિટોરિયમ ખાતે આયોજન કરાયું છે. ભાવનગર શહેર ઉપરાંત મુખ્યમંત્રી અલંગ શીપ બ્રેકિંગ યાર્ડની પણ મુલાકાત લેનાર હોવાનું જાણવા મળે છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ ઘણા સમયથી બનાવવામાં આવ્યા હતા પરંતુ લોકાર્પણના વાંકે લાભાર્થીઓને સોંપવામાં આવ્યા ન હોવાની નારાજગી લાભાર્થીઓમાં ફેલાઈ હતી અને તે સંદર્ભે અગાઉ રજૂઆતો પણ કરી હતી. અંતે હવે તેનો મુહૂર્ત નીકળતા તા.24ના રોજ શહેરના સરદારનગર ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના ભાવનગરના કાર્યક્રમના અનુસંધાને કોર્પોરેશન દ્વારા પણ મુખ્યમંત્રીના રૂટ પરથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. એસ્ટેટ વિભાગ દ્વારાશહેરના એરપોર્ટ રોડથી સુભાષ નગર, મહિલા કોલેજ થી ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ અને સરદાર નગર સર્કલ વિસ્તારમાં અસ્થાયી દબાણ હટાવ્યા હતા.

Continue Reading
Advertisement