Gujarat
‘માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરૂત્તત્વ રહેલ છે’
‘માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરૂત્તત્વ રહેલ છે’
સિહોરમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે ગુરુપૂર્ણિમા સંદર્ભે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં વિશ્વાનંદ માતાજીનું ઉદ્બોધન
પવાર
સિહોર તાલુકામાં આવેલ ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે ગુરુપૂર્ણિમા સંદર્ભે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલામાં વિશ્વાનંદ માતાજીનાં ઉદ્બોધનમાં જણાવાયું કે, માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરૂત્તત્વ રહેલ છે. શિવકુંજ આશ્રમ જાળિયાનાં વક્તા કથાકાર વિશ્વાનંદ માતાજીએ ગુરુપૂર્ણિમા ઉદ્બોધન આપતાં રામચરિત માનસ તેમજ અન્ય દૃષ્ટાંત પ્રસંગોનો ઉલ્લેખ કરી કહ્યું કે, માં, બાપ, ગુરુકુળ અને વ્યાસપીઠ સાથે ગુરૂત્તત્વ રહેલ છે. આ સંસ્થામાં ઋષિ તુલ્ય ગુરુજનો દ્વારા જે મૂલ્યો રોપાયાં છે તે ભાવાવરણ અનુભવાઈ રહ્યાનું ઉમેરી વિદ્યાર્થીઓને વિવિધ ગુણ ગ્રહણ કરી જીવનમાં નકારાત્મકતા ન લાવવા શીખ આપી. સંસ્થાનાં આચાર્ય વાઘજીભાઈ કરમટિયાએ વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા પ્રસંગે સંસ્થાનાં સ્થાપક નાનાદાદા ભટ્ટ સહિત ગુરુ પુરુષોનું સ્મરણ કરી વિદ્યાર્થીઓને ગુરુ સંદેશ અને વિવેક ભાન સાથે આગળ વધવાં જણાવ્યું હતું, આ પ્રસંગે કાર્યકર્તા મૂકેશભાઈ મહેતા સાથે ચેતના કંટારિયા, અંજલિ ત્રિવેદી તથા શક્તિ પરમારે પ્રાસંગિક વાતો રજૂ કરી હતી. વક્તા વિશ્વાનંદ માતાજીનું અભિવાદન સંસ્થા પરિવારનાં રૂપાબેન પટેલ તથા નિમાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઈ મકવાણાએ મહેમાન પરિચય આપ્યો હતો. આભાર વિધિ સંસ્થાનાં અગ્રણી રાજુભાઈ વાળાએ કરી અને વિદ્યા સંસ્થામાં ધર્મ સંસ્થાનો યોગ થયાનો ભાવ વ્યક્ત કર્યો હતો.