Bhavnagar
બે દિવસમાં બે મારણ પછી ત્રીજા દિવસે ચમારડી ડુંગર પર દીપડાની લટાર, ગ્રામજનોમાં ભયનો માહોલ
બે દિવસમાં બે મારણ પછી ત્રીજા દિવસે ચમારડી ડુંગર પર દીપડાની લટાર, ગ્રામજનોમાં ભયનો માહોલ
ચમારડીવાસીઓમાં ભય, ડુંગર પર સડસડાટ દોડતો દીપડો કેમેરામાં કેદ, ચમારડી સીમમાં બે દિવસમાં દિપડાએ બે પશુનું મારણ કર્યું, દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ, દિપડાને પાંજરે પુરવા લોકોની માંગ
દેવરાજ
ચમારડી વિસ્તારમાં દીપડાની દહેશત યથાવત છે. ડુંગર પર લટાર મારતો સડસડાટ ચાલતો દીપડો કેમેરામાં કેદ થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. દીપડા સહિતના જંગલી પ્રાણીઓ જંગલ છોડી ગ્રામ્ય પંથકમાં લટાર મારી રહ્યા હોવાની અનેક ઘટના સામે આવતી હોય છે તેમજ ઘણીવાર દીપડાએ લોકો પર હુમલો કર્યાના બનાવો પણ જોવા મળ્યાં છે. ચમારડી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી આંટાફેરા કરતા દીપડાએ બે પશુના મારણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચમારડીના સીમાડામાં ફરી એકવાર દીપડાના આંટાફેરા વધી ગયા હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. ગત બે રાત્રીના ખોરાકની શોધમાં ડુંગરાળ વિસ્તારમાંથી સીમ સુધી ધસી આવેલા દીપડો બે પશુનું મારણ કરી ફાડી ખાધા બાદ આજે ત્રીજા દિવસે ચમારડી ડુંગર પર દેખા દેતા ફફડાટ ફેલાયો છે અત્રે નોંધનીય બની રહેશે કે, ચમારડી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં દિપડાનાં આંટાફેરા સામાન્ય બન્યા છે. ધોળા દિવસે દિપડાએ દેખા દેતા લોકોમાં ગભરાટનો માહોલ પ્રસરી જવા પામ્યો છે.