Connect with us

Uncategorized

ડોકટરે કેશ પેપરમાં ‘બૈરુ કરડી ગયું’ લખતા હોબાળો: ભણેલા આમ લખી જ કેમ શકે

Published

on

ફોટા પર
મહીસાગરના વીરપુરની સરકારી હોસ્પિટલનો કિસ્સો

ડોકટરે કેશ પેપરમાં ‘બૈરુ કરડી ગયું’ લખતા હોબાળો: ભણેલા આમ લખી જ કેમ શકે

પત્નીએ પતિને બચકુ ભરવાના કેસમાં વિવાદી શબ્દો લખી ધનુરના ઈન્જેકશન ડોકટરે લેવાનું કહ્યું

પવાર

મહીસાગર જિલ્લામાં વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં વીરપુરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરે માનવતા નેવે મુકી છે. ડોક્ટરે કેશ પેપરમાં એવા શબ્દનો ઉલ્લેખ કર્યો કે જેનાથી વિવાદ ઉભો થયો છે. મહિલાના સન્માનને ઠેંસ પહોંચે તેવા શબ્દોનો ઉલ્લેખ ભણેલા ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. ઘટના એવી છે કે ડોક્ટરે કેશ પેપરમાં બૈરૂં કરડી ગયું તેવો ઉલ્લેખ કર્યો છે. મહીસાગર જિલ્લામાં એક વ્યક્તિને પત્નીએ બચકું ભર્યું હોય તે હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. ડોક્ટરે કેશ પેપરમાં બૈરૂં કરડી ગયાનો ઉલ્લેખ કરી ધનુરનું ઈન્જેક્શન આપ્યું છે. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેશ પેપરમાં બૈરૂં કરડી ગયાનો ઉલ્લેખ એક ભણેલા ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. કૂતરું, સાપ કે અન્ય પ્રાણી કરડી જાય તેવું તો સાંભળ્યું છે પરંતુ આવું પ્રથમવાર સામે આવ્યું કે બૈરૂં કરડી ગયું. મહીસાગર જિલ્લાની વીરપુર સરકારી હોસ્પિટલમાં આ ઘટના બની છે. હાલ તો આ ઘટના બાદ ડોક્ટર પર સવાલો ઉઠી રહ્યાં છે. આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તપાસનો વિષય છે. હાલ તો સરકારી હોસ્પિટલનું કેશ પેપર ચર્ચાનો વિષય બન્યું છે.

error: Content is protected !!