Connect with us

festival

અંબાજી ખાતે પૂનમના મેળાના પદયાત્રિકો માટે સિહોરના ગ્રુપનો પ્રેરક સેવાયજ્ઞા

Published

on

અંબાજી ખાતે પૂનમના મેળાના પદયાત્રિકો માટે સિહોરના ગ્રુપનો પ્રેરક સેવાયજ્ઞા

ભાદરવી પૂનમના મેળાનું માઈભકતોમાં સવિશેષ આકર્ષણ સિહોર અને ભાવમગરના કેટરર્સ, સોની વેપારીઓ, કારીગરો સહિતના કાર્યકરો સતત 8 દિવસ કાર્યરત રહેશે


પવાર
અસંખ્ય માઈભકતોની અનન્ય શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજીધામ ખાતે આગામી દિવસોમાં યોજાનાર ભાદરવી પૂનમના મહિમાવંતા મેળામાં ઉમટનાર પદયાત્રિકો માટે સિહોર શહેરના અને ભાવમગરના અનેક માઈભકતોના ગૃપ દ્વારા વિસનગર નજીક વિશ્રાંતિ અર્થે સેવાકેમ્પ શરૂ કરાયેલ છે. આ સેવાયજ્ઞામાં જોડાવવા માટે ગોહિલવાડના અનેક કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 
પ્રતિ વર્ષની પરંપરા મુજબ યાત્રાધામ અંબાજીધામમાં આ વર્ષે પણ આગામી તા. સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પુનમના અનન્ય મહિમાવંતા ભાતીગળ લોકમેળામાં દેશ વિદેશમાંથી પ્રતિદિન લાખ્ખોની સંખ્યામાં આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ ઉત્સાહભેર સરકારી અને ખાનગી વાહનોમાં તેમજ પદયાત્રાએ ઉમટી પડશે. ભાદરવી પુનમના અવસરે આરાસુરી શકિતપીઠ, ગબ્બર ગોખના જયોતના દર્શન તેમજ ખેડબ્રહ્મા માતાજીના દર્શનાર્થે જવાનું પૌરાણિક કાળથી સવિશેષ મહત્વ રહેલુ હોય દર વર્ષે ત્યાં મીની કુંભમેળા સમાન મેળામાં  અભુતપુર્વ માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે.આ વર્ષે પણ ૧૦ દિવસીય ભાદરવી પુનમના મેળાના કરાયેલા આયોજનને સ્થાનિક પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ મેળામાં અંબાજી ખાતે દૂરદૂરથી પગપાળા આવનારા માઈભકતોના સંઘ અને પદયાત્રિકોની સુખકારી માટે ગાંધીનગરથી લઈને અંબાજી મંદિર સુધી ઠેરઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન વ્યવસ્થા સાથેના ૨૫૦ જેટલા વિશ્રાંતિના સેવા કેમ્પ સતત ધમધમતા રહે છે. ભાવનગર શહેર અને સિહોરના મોટા ભાગના સોનીવેપારીઓ, કારીગરો સહિતના તમામ સમાજ, જ્ઞાતિઓના કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ તા.૯ને સોમવારથી અમદાવાદ-અંબાજી હાઈવે પર વિસનગર નજીક બાપા સિતારામ નામક સેવાકેમ્પ પદયાત્રિકોની સેવાર્થે અવિરતપણે કાર્યરત રહેશે. જે માટે ભાવનગરના નામાંકિત કેટરર્સ અને તેમના શ્રમિક સહાયકો અલગ અલગ ખાદ્યસામગ્રીઓ સાથેના બે ટ્રક ભરીને રવિવારે રવાના થયા હતા. આ સેવાયજ્ઞા માટે ભાવનગરની સમસ્ત જ્ઞાતિ, સમાજ ઉપરાંત  સોની સહિતના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શિપબ્રેકરો, કારખાનેદારો, મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ અને ધાર્મિક સંસ્થાઓનો વિશેષ સહયોગ સાંપડી રહ્યો છે. વિસનગરના સેવાકેમ્પ દરમિયાન અઢીથી ત્રણ લાખ પદયાત્રિકો માટે ચા, ઠંડા પાણી અને મસાજ માટે ગરમ પાણી,ઠંડી છાસ, પીણા, ગરમાગરમ દાળ,ભાત, શાક, રોટલી અને સોનપાપડી સહિત દરરોજ અલગ અલગ મીઠાઈ અને ફરસાણની સેવા અપાશે.અત્રે દર વર્ષે ભાદેવાની શેરીના કાર્યકર્તાઓનું ગૃપ પદયાત્રિકોને મસાજની સેવા આપશે. ભાવનગર અને સિહોરના મળી કુલ ૧૦૦ થી વધુ માઈભકતો આગામી તા.૧૪ સપ્ટેમ્બરને શનિવાર સુધી વિસનગરમાં સંચાલિત પાલની સેવામાં જોડાનાર હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!