Astrology
કાલે વ્યતિપાત યોગ, બુધવારે પુરૂષોત્તમ માસની પુર્ણાહુતિ : ગુરૂવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ
પવાર
આગામી તા. 16મીના બુધવારે અધિક શ્રાવણ વદ અમાસના પરમ પવિત્ર પુરૂષોતમ માસનું સમાપન થશે. બુધવારી અમાસ હોવાથી આ દિવસનું મહત્વ વધી જશે. બુધવારી અમાસના દિવસે પીપળાની પૂજા કરવી, વિષ્ણુ ભગવાનની પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે. આ ઉપરાંત મંડળ સાથિયાની પૂજા પણ લાભદાયી બની રહેશે. બુધવારે પુરૂષોતમ માસનું સમાપન થશે .આવતીકાલ તા.15ના મંગળવારે વ્યતિપાત યોગ છે. જેનો પ્રારંભ આજે તા.14મીના સાંજે 4.40થી થશે. જે આવતીકાલ મંગળવારના સાંજે 4.32 કલાકે પૂર્ણ થશે. મંગળવારે વ્યતિપાત યોગ રહેવાનું મહત્વ રહેશે.
લગભગ દર ર6 દિવસે વ્યતિપાત યોગ આવે છે અને વર્ષમાં આશરે 14 જેટલી વ્યતિપાત યોગના દિવસે આવે છે. આ વખતે પુરૂષોતમ માસની શરૂઆતમાં જ વ્યતિપાત યોગ આવી ગયેલ સાથે પુરૂષોતમ માસના અંતમાં મંગળવારે વ્યતિપાત યોગ છે. તા.16મીના બુધવારે દશામાના વ્રતનો પ્રારંભ બપોરે 3.07 કલાકે એકમ તિથિ શરૂ થતી હોવાથી બુધવારે સાંજના દશામાનું સ્થાપન કરી શાશે. આગામી તા.17મીના ગુરૂવારથી પવિત્ર શ્રાવણ (બીજો)નો મંગલ પ્રારંભ થશે. શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે. ભાવિકો શિવાલયોમાં જઇને જીવને શિવમાં પરોવવાનો પુરૂષાર્થ કરશે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન પર્વો-તહેવારો અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાશે.