Connect with us

Bhavnagar

ઘોઘા-હજીરા વચ્ચે વોયેજ એક્સપ્રેસ રો રોપેક્ષ સેવાનો આજથી પ્રારંભ

Published

on

Voyage Express between Ghogha-Hajira started from today

ઘોઘા-હજીરા વચ્ચે વોયેજ એક્સપ્રેસ રો રોપેક્ષ સેવાનો આજથી પ્રારંભ.

૫૦ થી વધુ ટ્રક-૧૦૦ કાર-૫૦ બાઈક અને ૭૦૦ લોકો સાથે મુસાફરી કરી શકશે : માત્ર ૩ કલાકમાં ઘોઘા થી હજીરા પહોચી શકશે : મેન્ટેનન્સ માંથી અગાઉનું શીપ આવ્યા બાદ રોજની ચાર ટ્રીપ શરુ કરવામાં આવશે : એશિયા નું સૌ પ્રથમ સોલાર સીસ્ટમ સાથેનું વોયેજ એક્સ્પ્રેસ રો રોપેક્ષ નો પ્રારંભ

ઘોઘા થી હજીરા અને હજીરા થી ઘોઘા વચ્ચે રો રોપેક્ષ ફેરી સર્વિસ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે તે કાર્યરત છે. થોડા સમય અગાઉ વોયેજ સિમ્ફની જહાજ મેન્ટેનન્સ માં હોય આ ફેરી સર્વિસ બંધ હતી પરંતુ આજે ભાવનગરથી નવા શીપ એવા વોયેજ એક્સ્પ્રેસ ભાવનગર ટર્મિનસ આવી પહોચ્યું હતું અને ત્યાંથી પોતાની પ્રથમ ટ્રીપ લઇ રવાના થયું હતું. આ શીપ અંગે જાણકારી આપતા વોયેજ સીવેઝ ના સીઈઓ ડી.કે.મનરાલે કહ્યું કે આ શીપ અગાઉના શીપ કરતા વધુ ઝડપી છે જેથી ઘોઘા થી હજીરા માત્ર ૩ કલાકમાં પહોચી શકાશે. જયારે અત્યારસુધી રો રોપેક્ષ માં ૩ ક્લાસ ની સેવા પેસેન્જર માટે ઉપલબ્ધ હતી તેમાં સ્લીપર ક્લાસ અને સ્પે. રૂમ સહિતની સુવિધા નો વધારો કરવામાં આવ્યો છે જેથી લોકો પ્રાઈવેસી સાથે પણ મુસાફરી નો આનંદ લઇ શકશે. આ ઉપરાંત આ એશિયા નું પ્રથમ સોલાર સીસ્ટમ સાથેનું રો રોપેક્ષ છે જેમાં ૧૦૦ કિલો વોટ વીજળી ઉત્પન્ન થાય છે જેથી શીપના મોટાભાગના ઉપકરણો તેનાથી ચાલતા હોય ડીઝલની પણ ભારે બચત થશે. અગાઉના શીપ ની ટીકીટ કરતા આ શીપની મુસાફરી ૧૫% મોંઘી બનશે પરંતુ પેસેન્જરો ને વધુ સુવિધા સાથે દરિયાઈ મુસાફરી નો આનંદ પણ માણી શકશે. જયારે આ શીપમાં ૫૦ થી વધુ ટ્રક-૧૦૦ કાર-૫૦ બાઈક અને ૬૦૦ થી ૭૦૦ મુસાફરો એકસાથે મુસાફરી કરી શકે તેવી સુવિધા સાથેનું આ શીપ આજથી સેવામાં કાર્યરત થયું છે. આગામી સમયમાં અગાઉનું શીપ મેન્ટેનન્સ માંથી આવ્યા બાદ રોજની ચાર ટ્રીપ જેમાં બે વખત ઘોઘા અને બે વખત હજીરા લોકો અવરજવર કરી શકશે.

error: Content is protected !!