Connect with us

Bhavnagar

ભાવનગર જિલ્લાના શિક્ષકો મેદાને ; જૂની પેન્શન યોજના પુન લાગુ કરો : 5 હજાર શિક્ષકોની મહારેલી કાઢી

Published

on

bhavnagar-district-teachers-on-the-field-re-enforce-the-old-pension-scheme-5-thousand-teachers-strike

હવે શિક્ષકો મેદાને : વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહે તેવી ચીમકી : સરકાર સામે પડતર માંગોને લઈ શિક્ષકો દ્વારા વિરોધનું બ્યુગલ

ભાવનગર ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને વિવિધ મંડળો દ્વારા સરકાર સામે પડતર માંગોને લઈ વિરોધનું બ્યુગલ ફુક્યું છે. કર્મચારીઓએ બહુમાળી ખાતે એકઠા થઈને કલેકટર કચેરી સુધી વિવિધ બેનરો સાથે રેલી યોજી હતી જુની પેન્શન યોજના પુન: દાખલ કરવામાં આવે તે મુખ્ય માંગ રહી હતી જો પડતર માંગોનું નિરાકરણ નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરકાર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તેવી ચીમકી પણ આપી છે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચો, કર્મચારી મહામંડળ, રાજ્ય સંયુક્ત મોરચાનાં નેજા હેઠળ વિવિધ મંડળો દ્વારા સમગ્ર રાજ્યમાં આજે રેલી અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે અંતર્ગત ભાવનગર ખાતે પણ સરકાર સામે વિવિધ મંડળોએ વિરોધનો મોરચો માંડ્યો છે.

bhavnagar-district-teachers-on-the-field-re-enforce-the-old-pension-scheme-5-thousand-teachers-strike

5000થી વધુ કર્મચારીઓ દ્વારા રેલી સ્વરૂપે કલેકટરને રજૂઆત કરવાના છે જોકે સંગઠનો ની વિવિધ માંગો ઘણા વર્ષોથી ઊઠી રહી છે પરંતુ આજ દિન સુધી સુખદ અંત આવ્યો નથી. એક તરફ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ સંગઠનો દ્વારા સરકારનું નાક દબાવવા માટે વિરોધ નોંધાવી રહ્યા છે જો સરકાર દ્વારા કર્મચારીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રાજ્ય સંધ દ્વારા ઉગ્ર આંદોલન સાથે માસ. સી એલ પર ઉતરવાની પણ તૈયારીઓ કર્મચારીઓએ બતાવી છે સાથે જ હડતાલની પણ ચીમકી આપી છે વિવિધ સંઘ, નીગમ, તેમજ તાલુકા ઘટક મંડળ ના સમર્થનથી વિરોધ શરૂ કરી દીધો છે, એક તરફ આજે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ભાવનગર ખાતે બે દિવસની મુલાકાતે છે ત્યારે સરકારી કર્મચારીઓના પડતર માંગોનો વિરોધ સાથે રોષ મહત્વ માનવામાં આવી રહ્યો છે જો રજૂઆત કરવાની પરવાનગી મળશે તો સી.આર પાટીલને પડતર માંગોને લઈ લેખિતમાં રજૂઆત કરાશે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!