Sports
વિરાટે લગાવી રેકોર્ડ્સની લાઈન, વિરાટે દિલ્હી સામે એક ફિફ્ટી સાથે 3 રેકોર્ડ તોડ્યા
વિરાટ કોહલી. એક બેટ્સમેન કે જેનું બેટ જ્યારે પણ ગર્જના કરે છે ત્યારે તે ઘણા રેકોર્ડ તોડી નાખે છે. શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો હતો ત્યારે કંઈક આવું જ બન્યું હતું. વિરાટે આ મેચમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ સાથે વિરાટે એક જ મેચમાં ત્રણ મોટા રેકોર્ડ તોડી નાખ્યા.
વિરાટના નામે ઘણા રેકોર્ડ છે
વિરાટ કોહલીએ દિલ્હી સામે 34 બોલમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ માટે કોહલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ ઇનિંગ સાથે કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 2500 રન પણ પૂરા કરી લીધા છે. કોહલી એક જ સ્ટેડિયમમાં 2500 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. કોહલીએ હવે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPLની 75 ઇનિંગ્સમાં 2539 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 19 અડધી સદી ફટકારી છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સૌથી વધુ ફિફ્ટી
એટલું જ નહીં, આ મેદાન પર વિરાટની આ કુલ 25મી ફિફ્ટી હતી. આ પણ એક રેકોર્ડ છે. વિરાટ હવે એક જ મેદાન પર સૌથી વધુ વિકેટ ઝડપનાર ખેલાડી બની ગયો છે. બીજા નંબર પર ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સ છે, જેમના ટ્રેન્ટ બ્રિજ ખાતે 24 ફિફ્ટી પ્લસ રેકોર્ડ છે.
ધવન પાછળ રહી ગયો
વિરાટની આઈપીએલ કારકિર્દીની આ 47મી અડધી સદી હતી અને 52મી ફિફ્ટી અથવા ફિફ્ટી પ્લસનો સ્કોર હતો. આ મામલામાં રન મશીને હવે ભારતના બીજા સ્ટાર ક્રિકેટર શિખર ધવનને પાછળ છોડી દીધું છે. વિરાટ કોહલીએ પણ IPLમાં પાંચ સદી ફટકારી છે. આ મામલે ડેવિડ વોર્નર તેમનાથી ઉપર છે. વોર્નરના નામે 62 ફિફ્ટી પ્લસ સ્કોર છે. જેમાં 4 સદી અને 58 અડધી સદી છે.