Connect with us

Bhavnagar

ભાવનગરમાં નિર્માણ પામનારાં નવાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના બિલ્ડીંગનું કેન્દ્રીય કાયદા મંત્રીના હસ્તે ખાત મુહૂર્ત

Published

on

union-law-minister-inauguration-new-district-and-sessions-court-building-at-bhavnagar
  • ગુજરાતમાં ન્યાય તંત્રને ખૂબ જ સારો સહકાર : કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કીરેન રિજીજુ
  • 59 કરોડના ખર્ચથી છ માળનું 25 કોર્ટ રૂમ ધરાવતું આધુનિક સુવિધાયુક્ત બિલ્ડીંગ તૈયાર થશે : રાજ્યના કાયદા અને ન્યાયમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી
  • ભાવનગરમાં નિર્માણ પામનારાં નવાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના બિલ્ડીંગનું કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કીરેન રિજીજુ અને રાજ્યના કાયદા અને ન્યાયમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ખાતમુહૂર્ત

ભાવનગરમાં નિર્માણ પામનારાં નવાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના બિલ્ડીંગનું આજ રોજ સાતમી ઓક્ટોબરે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કીરેન રિજીજુ અને રાજ્યના કાયદા અને ન્યાયમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નવું બિલ્ડીંગ ન્યુ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, જ્ઞાનમંજરી એન્જિનિયરીંગ કોલેજ પાસે, સિદસર રોડ ખાતે નિર્માણ પામશે.

union-law-minister-inauguration-new-district-and-sessions-court-building-at-bhavnagar

આ તકે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કીરેન રિજીજુએ જણાવ્યું હતું કે કોર્ટ બિલ્ડિંગ ન્યાયના પ્રતીક સમાન છે ત્યારે ગુજરાતમાં ખૂબ જ સુવિધા યુક્ત કોર્ટ બિલ્ડીંગો બની રહ્યા છે ત્યારે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારની ગ્રાન્ટ નો ગુજરાતમાં માળખાગત સુવિધા માં વધારો કરવામાં ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 2014 બાદ ભારત ભરમાં નવા સુવિધા યુક્ત બિલ્ડિંગો બનાવવાનું કાર્ય હાથ ધર્યું છે.

union-law-minister-inauguration-new-district-and-sessions-court-building-at-bhavnagar

વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત માં ન્યાયતંત્રને ખૂબ જ સારો સહકાર દરેક મળી રહ્યો છે. કોરોનાના કપરા સમયમાં પણ ગુજરાતની કોર્ટો દ્વારા ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. ટેકનોલોજી ના માધ્યમથી પણ કોર્ટ ચાલુ રાખવામાં આવી હતી.

union-law-minister-inauguration-new-district-and-sessions-court-building-at-bhavnagar

આ તકે રાજ્યના કાયદા અને ન્યાયમંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જણાવ્યું હતું કે કૃષ્ણ કુમાર સિંહજીએ નિર્માણ કરેલ કોર્ટ નું બિલ્ડીંગ હજુ પણ કાર્યરત છે અને જે ત્યારના રાજવીઓની પ્રશંશનીય કામગીરી દર્શાવે છે. હાલ ભાવનગરમાં 59 કરોડના ખર્ચ થી છ માળનું 25 કોર્ટ રૂમ ધરાવતું આધુનિક સુવિધાયુક્ત ટેકનોલોજી સાથેનું બિલ્ડીંગ તૈયાર થશે. નામ. ગુજરાત હાઇકોર્ટ જેટલી જ સુવિધા વાળુ બિલ્ડીંગ ભાવનગરમાં બનશે.

union-law-minister-inauguration-new-district-and-sessions-court-building-at-bhavnagar

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પહેલા ૧૪૦ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવતી જ્યારે હાલ ન્યાયતંત્ર માટે ૧૭૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ન્યાય તંત્ર કોવીડ ના કપરા સમયમાં પણ કાર્યરત હતું જે વંદનીય બાબત છે. આઝાદીના સમયથી અત્યાર સુધી વકીલોનું યોગદાન નોંધનીય રહ્યું છે.

union-law-minister-inauguration-new-district-and-sessions-court-building-at-bhavnagar

આ તકે સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, જિલ્લા ભા.જ.પ.પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળીયા, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા, ભારત સરકારના જોઈન્ટ સેક્રેટરીશ્રી જી.આર.રાઘવેન્દ્ર, ગુજરાત સરકારના લો સેક્રેટરીશ્રી પી.એમ.રાવલ, ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક એન્ડ સેશન જજશ્રી એલ.એસ.પીરઝાદા, મહાનગરપાલિકા કામિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, ક્રિમિનલ બાર એસોસિએશન ભાવનગરના પ્રેસિડેન્ટશ્રી ડી.એમ.ડાભી, ભાવનગર બાર એસોસિએશનના પ્રેસિડન્ટશ્રી એસ.એચ.ત્રિવેદી, ભાવનગર એમ.એ.સી.ટી. બાર એસોસિએશન પ્રેસિડેન્ટશ્રી એમ.ડી.ત્રિવેદી સહિત જિલ્લાનાં વિવિધ એસોસિએશનના વકીલો ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

કૌશિક શીશાંગીયા

Continue Reading
Advertisement
error: Content is protected !!