Connect with us

Bhavnagar

રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર દ્વારા નોબેલ પ્રાઈઝ વિક ૨૦૨૨ ની ઉજવણી કરાઈ

Published

on

nobel-prize-week-2022-was-celebrated-by-regional-science-center-bhavnagar
  • વિદ્યાર્થીઓમાં નોબેલ પ્રાઈઝ ની જાગૃતિ નો હેતુ

ભાવનગર નારી ગામ પાસે, સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર(આર.એસ.સી), ગવર્મેન્ટ મેડીકલ કોલેજ ભાવનગર અને ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ ભાવનગર ના સયુંકત ઉપક્રમે નોબેલ પ્રાઈઝ વિક ૨૦૨૨ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ લોકો માં નોબેલ પ્રાઈઝ વિષે જાગૃતિ અને ઉત્સુકતા વધારવા નો હતો. આ કાર્યક્રમ ૮ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ આયોજીત કરવામાં આવ્યો હતો. કેમકે ઓક્ટોબર મહિનામાં મહાન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલનો જન્મદિવસ હોય છે. આ પારિતોષિક વિજ્ઞાન ની દુનિયામાં ઉચત્તમ અવોર્ડ માનવામાં આવે છે.

nobel-prize-week-2022-was-celebrated-by-regional-science-center-bhavnagar

આ કાર્યક્રમ માં ગવર્મેન્ટ મેડીકલ કોલેજ ભાવનગર ના ઇન્ચાર્જ ડીન ડૉ.અમિત પરમાર તેમજ ડૉ. ચિન્મય શાહ ( ફિજીઓલોજી ડીપાર્ટમેન્ટ ના પ્રોફેસર અને હેડ), મમતા બારિયા અને ડૉ. જયેશ સોલંકી ઉપસ્થિત હતા.આ સમગ્ર આયોજન ડો. ગીરીશ ગોસ્વામી કે જે રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર માં પ્રોજેક્ટ ડાયરેક્ટર ની ફરજ બજાવે છે તેના દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગવર્મેન્ટ મેડીકલ કોલેજ ભાવનગર ના એસોસિએટ પ્રોફેસર ડૉ.સ્વપ્નનીલ પારલીકર તથા ડૉ.જયેશ સોલંકી દ્વારા નોબેલ પ્રાઈઝ વિષે માહિતી નો લેકચર લેવામાં આવ્યો હતો.

nobel-prize-week-2022-was-celebrated-by-regional-science-center-bhavnagar

નોબેલ પ્રાઈઝ વિક ૨૦૨૨ અંતર્ગત ગવર્મેન્ટ મેડીકલ કોલેજ ભાવનગર અને ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ ભાવનગર માંથી કુલ ૨૫૦ થી વધારે વિદ્યાર્થીઓ અને પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં વિદ્યાર્થી મિત્રો ને ક્વીઝ, લેકચર અને તેમના જ્ઞાન ને હરણફાળ આપવા માટે આરએસસી ભાવનગર ની જુદી જુદી માહિતી સભર ગેલેરીઓ ની મુલાકાત કરવામાં આવી હતી. કે જેમાં મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, ઇલેક્ટ્રો-મિકેનિક્સ ગેલેરી, બાયો-સાયન્સ ગેલેરી, નોબલ પ્રાઈઝ ગેલેરી (ફિઝિયોલોજી અને મેડિસિન) નો સમાવેશ થાય છે. નોબલ પ્રાઈઝ ગેલેરી ભાવનગર માં આ એક અનોખી ગેલેરી છે કે જેમા 220 થી વધારે વૈજ્ઞાનિકો અને એના ના કામ વિશે માહિતી આપવામાં આવે છે જેઓ એ શરીરવિજ્ઞાન અને દવા પર પોતાનુ યોગદાન આપ્યુ છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!