Songadh
ફકત પર્યાવરણ દિવસે નહીં આખુ વર્ષ વૃક્ષો વાવવા જોઈએ : ડીવાયએસપી મિહિર બારૈયા
પવાર
વિશ્ર્વ પર્યાવરણ દિને સિહોરના સોનગઢ ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડીવાયએસપી મિહિર બારૈયાનો સંદેશો, ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેન્ટ ચેન્જથી બચવા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપો
ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં વૃક્ષોનું ખુબ જ મહત્વ રહેલું છે અને તેથી જ વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે પરંતુ હાલમાં વિશ્ર્વ આખું ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેન્ટ ચેન્જ માટે ચિંતિત છે. કલાઈમેન્ટ ચેન્જના કારણે ઋતુ ચક્રમાં ફેરફારો આવતા રહે છે.
જેથી અનેક મુશ્કેલી આફતોનો સામનો કરવો પડે છે.
પશુ-પક્ષી, પ્રાણીઓ અને માનવીને શુઘ્ધ હવા મળે તે માટે પર્યાવરણની રક્ષા કરવી તેની જાળવણી કરવી આપના સૌની ફરજ છે. આજે ૫ જૂન વિશ્ર્વ પર્યાવરણ દિવસની વિશ્ર્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. જો વૃક્ષો વાવીશું તો આપણે જીવી શકીશું. પર્યાવરણ બચાવીશું તો જ આપણે બચીશું તે સુત્રો હાલમાં યર્થાથ થઈ રહ્યા છે. આજે સિહોરના સોનગઢ પોલીસ મથક ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડીવાયએસપી મિહિર બારૈયાએ સંદેશો આપી કહ્યું હતું કે પક્ષી, પ્રાણીઓ અને માનવીને શુઘ્ધ હવા મળે તે માટે પર્યાવરણની રક્ષા કરવી તેની જાળવણી કરવી આપના સૌની ફરજ છે.
આજે ૫ જૂન વિશ્ર્વ પર્યાવરણ દિવસની વિશ્ર્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. જો વૃક્ષો વાવીશું તો આપણે જીવી શકીશું. પર્યાવરણ બચાવીશું તો જ આપણે બચીશું તે સુત્રો હાલમાં યર્થાથ થઈ રહ્યા છે. આપણે એક વૃક્ષ વાવી, ઉછેરીને મોટુ કરવુ જોઈએ. ફકત વાવીને મુકી દેવો તે યોગ્ય નથી.
આપણે દરેક નાગરીકે પોતાના ઘરમાં જેવી જગ્યા હોય ત્યાં અથવા તો આજુબાજુમાં સાર્વજનિક જગ્યા હોય અને ઉછેરીને મોટા કરવું તે આપણી ફરજ છે, સોનગઢ પોલીસ મથક ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ વેળાએ વૃક્ષો વાવીને જતન કરવાના સંકલ્પ લીધા હતા, કાર્યક્રમ વેળાએ ડીવાયએસપી મિહિર બારૈયા, સહિત સિહોર અને સોનગઢ પોલીસ મથકના અધિકારી સ્ટાફ જોડાયો હતો