National
આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે… પીએમ મોદીએ ચંદ્રયાન-3ની સફળતા પર આપી શુભેચ્છા
કુવાડીયા
આજનો દિવસ વિશ્વના ઈતિહાસમાં ભારતના નામે સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લોન્ચિંગ કરી દીધુ છે. કરોડો દેશવાસીઓ ઈસરોની આ સફળતાથી ખુશ છે. ત્યારે આફ્રિકાથી પીએમ મોદીએ સંબોધન કરી ઈસરોના વૈજ્ઞાનિકો તથા દેશને શુભેચ્છા આપી છે. ISRO એ ચંદ્ર પર તિરંગો લહેવારી દીધો છે. ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરી દીધુ છે. ઈસરોની આ સફળતા પર સમગ્ર દેશને ગર્વની ક્ષણ આપી છે. ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ પર પીએમ મોદીએ ટીમ ચંદ્રયાન, ઈસરો અને દેશના દરેક વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ માટે વર્ષો સુધી પરિશ્રમ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું- ઉત્સાહ, ઉમંગ, આનંદ અને ભાવુકતાથી ભરેલી આ ક્ષણ માટે હું 140 કરોડ દેશવાસીઓને ખુબ ખુબ શુભેચ્છા આપુ છું. ચંદ્રયાન-3ના ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ- આ ક્ષણ અવિસ્મરણીય છે, આ ક્ષણ અભૂતૂર્વ છે, આ ક્ષણ વિકસિત ભારતનો શંખનાદ છે, આ ક્ષણ નવા ભારતનો જયઘોષનો છે. આ ક્ષમ મુશ્કેલીના મહાસાગરને પાર કરવાની છે, આ ક્ષણ જીતના ચંદ્રપથ પર ચાલવાની છે, આ ક્ષણ 140 કરોડ ધડકનોના સામર્થ્યની છે, આ ક્ષણ ભારતમાં નવી ઊર્જા, નવા વિશ્વાસ, નવી ચેતનાની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહ્વાનની છે. ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે. આ સફળતા હાસિલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની ચુક્યો છે. 140 કરોડ લોકોની પ્રાર્થના અને ઈસરોના 16.5 હજાર વૈજ્ઞ્નિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. હવે દુનિયા જ નહીં ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં છે.