Connect with us

National

આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે… પીએમ મોદીએ ચંદ્રયાન-3ની સફળતા પર આપી શુભેચ્છા

Published

on

This moment is the conch of developed India... PM Modi congratulated on the success of Chandrayaan-3

કુવાડીયા

આજનો દિવસ વિશ્વના ઈતિહાસમાં ભારતના નામે સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લોન્ચિંગ કરી દીધુ છે. કરોડો દેશવાસીઓ ઈસરોની આ સફળતાથી ખુશ છે. ત્યારે આફ્રિકાથી પીએમ મોદીએ સંબોધન કરી ઈસરોના વૈજ્ઞાનિકો તથા દેશને શુભેચ્છા આપી છે.This moment is the conch of developed India... PM Modi congratulated on the success of Chandrayaan-3 ISRO એ ચંદ્ર પર તિરંગો લહેવારી દીધો છે. ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરી દીધુ છે. ઈસરોની આ સફળતા પર સમગ્ર દેશને ગર્વની ક્ષણ આપી છે. ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ પર પીએમ મોદીએ ટીમ ચંદ્રયાન, ઈસરો અને દેશના દરેક વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે આ ક્ષણ માટે વર્ષો સુધી પરિશ્રમ કર્યો છે. પીએમ મોદીએ કહ્યું- ઉત્સાહ, ઉમંગ, આનંદ અને ભાવુકતાથી ભરેલી આ ક્ષણ માટે હું 140 કરોડ દેશવાસીઓને ખુબ ખુબ શુભેચ્છા આપુ છું. This moment is the conch of developed India... PM Modi congratulated on the success of Chandrayaan-3ચંદ્રયાન-3ના ચંદ્રના સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ- આ ક્ષણ અવિસ્મરણીય છે, આ ક્ષણ અભૂતૂર્વ છે, આ ક્ષણ વિકસિત ભારતનો શંખનાદ છે, આ ક્ષણ નવા ભારતનો જયઘોષનો છે. આ ક્ષમ મુશ્કેલીના મહાસાગરને પાર કરવાની છે, આ ક્ષણ જીતના ચંદ્રપથ પર ચાલવાની છે, આ ક્ષણ 140 કરોડ ધડકનોના સામર્થ્યની છે, આ ક્ષણ ભારતમાં નવી ઊર્જા, નવા વિશ્વાસ, નવી ચેતનાની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહ્વાનની છે. ભારતના ચંદ્રયાન-3 મિશને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી લીધુ છે.This moment is the conch of developed India... PM Modi congratulated on the success of Chandrayaan-3 આ સફળતા હાસિલ કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બની ચુક્યો છે. 140 કરોડ લોકોની પ્રાર્થના અને ઈસરોના 16.5 હજાર વૈજ્ઞ્નિકોની ચાર વર્ષની મહેનત રંગ લાવી છે. હવે દુનિયા જ નહીં ચંદ્ર પણ ભારતની મુઠ્ઠીમાં છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!