Sports
ક્રિકેટને અલવિદા કહેશે ઓસ્ટ્રેલિયાનો આ દિગ્ગજ ખેલાડી, આ મોટી ટૂર્નામેન્ટ બાદ લેશે સંન્યાસ

IPL 2023 પહેલા અચાનક ઓસ્ટ્રેલિયાના એક ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીએ T20 ક્રિકેટમાં ઘણો ધૂમ મચાવી છે.
ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના એક દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. આ ખેલાડીએ 13 વર્ષ સુધી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સેવા કરી છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ ડેન ક્રિશ્ચિયન છે. ક્રિશ્ચિયન T20 ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. ક્રિશ્ચિયને વર્ષ 2010માં ડેબ્યૂ કર્યું હતું. તેણે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2021માં રમી હતી. ક્રિશ્ચિયન આઈપીએલમાં ઘણી ટીમો માટે મેચ રમી ચૂક્યો છે. હાલમાં તે બિગ બેશ લીગમાં રમી રહ્યો છે.
આ ટુર્નામેન્ટ બાદ નિવૃત્તિ લેશે
ઓસ્ટ્રેલિયાના સૌથી અનુભવી T20 ક્રિકેટરોમાંના એક, ડેન ક્રિશ્ચિયને જાહેરાત કરી છે કે તે ચાલી રહેલી બિગ બેશ લીગ (BBL) પછી ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરે શનિવારે ટ્વિટર પર તેની નિવૃત્તિની જાહેરાત કરતા કહ્યું, “ગઈકાલે (શુક્રવારે) પ્રેક્ટિસ દરમિયાન મેં મારા સિડની સિક્સર્સના સાથી ખેલાડીઓને કહ્યું કે હું BBLની આ સિઝન પછી નિવૃત્તિ લઈ રહ્યો છું.
ક્રિશ્ચિયન મે મહિનામાં 40 વર્ષનો થશે. તેની 17 વર્ષની કારકિર્દી દરમિયાન, તેણે 18 ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું અને 405 T20 મેચ રમી, 5809 રન બનાવ્યા અને 280 વિકેટ લીધી. ક્રિશ્ચિયન ઓસ્ટ્રેલિયા માટે 23 T20 આંતરરાષ્ટ્રીય અને 20 વન-ડે પણ રમી ચૂક્યો છે.
T20માં ધમાકો સર્જ્યો છે
ડેન ક્રિશ્ચિયને આગળ લખ્યું કે “આશા છે કે અમે આ સિઝનમાં ફરી આગળ વધી શકીએ, પરંતુ અનુલક્ષીને, તે એક શાનદાર રન છે. મેં કેટલીક વસ્તુઓ પૂર્ણ કરી છે અને કેટલીક યાદો બનાવી છે જેની હું ફક્ત એક બાળક તરીકે જ ઈચ્છા કરી શકું છું.” હું હવે આગળ જોઈ રહ્યો છું. તમારા બધા સાથે વાત કરવાનો સમય મેળવવા માટે અને ‘સોરી, મારી પાસે ક્રિકેટ છે’ બહાનું ન વાપરવું.” ક્રિશ્ચિયનની આ નોંધે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓને ભાવુક બનાવી દીધા હતા.