Connect with us

Gujarat

ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત! ઢોરની અટફેટે આધેડનું મોત

Published

on

the-torture-of-stray-cattle-in-bhavnagar-is-still-ongoing-a-middle-aged-man-died-after-being-run-over-by-cattle

શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. શહેરના વડવા ખડીયા કુવા પાસે આ બનાવ બન્યો છે. ઢોરે અડફેટે લેતાં પરેશભાઈ નારણભાઇ વાઘેલા નામના વ્યકિતનું મોત થયું છે. આ ઘટનાને પગલે મનપાની ઢોર પકડવાની કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દુકાને જઇ રહેલા આધેડને અડફેટે લીધા

ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોર ને લીધે વડવા ખડીયા કુવા પાસે આધેડનું મોત નિપજ્યું છે. શહેરના દેવુબાગ નવજીવન સોસાયટીમાં રહેતા આધેડનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં પરેશભાઈ નારણભાઇ વાઘેલા નામના આધેડનું મોત નિપજ્યું છે, તેઓ ઘરેથી વડવા વિસ્તારમાં દુકાને આવતા સમયે રખડતા ઢોરે ઉડાડતા મોત નિપજ્યું છે. જે બાદ મનપાની ઢોર પકડવાની નબળી કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં અનેક લોકોના રખડતા ઢોરને કારણે મોત થયા છે

પાંચ દિવસ પહેલાં જ હાઇકોર્ટમાં થઇ હતી સુનાવણી

છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોરોને લીધે અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સામે હાઇકોર્ટ પણ લાલઆંખ કરી રહ્યું છે. પાંચ દિવસ અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાઇકોર્ટેની ઝાટકણી બાદ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરિંગ કરે છે. સંબધિત તમામ વિભાગ મહેનતથી કામ કરે છે. મુકેશ કુમારે પણ કડક પગલા લેવા સહમતિ દર્શાવી હતી.

Advertisement

‘પગલા માત્ર કાગળ પર, તહેવારોમાં અકસ્માત ઇચ્છતા નથી’

ગુજરાત હાઈકોર્ટે સરકારને મીડિયાના અહેવાલ બતાવ્યા હતા. ન્યૂઝ પેપર બતાવી કામગીરી અંગે કોર્ટે સરકારને સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે, તમારું કામ શું છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓ હાજર છે. રખડતા ઢોર પર ટીમ સતત મોનિટરીંગ પેટ્રોલિંગ કરે છે. રાજ્યમાં સંબધિત તમામ વિભાગ મેહનતથી કામ કરતા હોવાની રાજ્ય સરકારે રજૂઆત કરી હતી. જેની સામે કોર્ટે જણાવ્યું હતું કે, લીધેલા નિર્ણય અને પગલાં માત્ર કાગળ પર છે. આ તહેવારોનો સમય છે અને આવા સમયમાં અમે અકસ્માત થાય તેવું ઈચ્છી રહ્યા નથી.

Continue Reading
Advertisement
error: Content is protected !!