Sports
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો ત્રીજો ટેસ્ટ હવે ધર્મશાળામાં નહીં પણ આ જગ્યાએ થશે, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ મેચ હવે ઈન્દોરમાં યોજાશે. આ મેચ અગાઉ ધર્મશાલામાં યોજાવાની હતી. ત્યાં ક્રિકેટ મેચ રમવા માટે પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ નિર્ણયની પુષ્ટિ કરી છે. બોર્ડે કહ્યું કે પહાડી વિસ્તારોમાં તાપમાન ઘણું ઓછું છે. જેના કારણે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે.
બોર્ડે કહ્યું કે જે મેચ પહેલા HPCA સ્ટેડિયમ ધર્મશાળામાં 1 થી 5 માર્ચ દરમિયાન રમાવાની હતી તેને હવે હોલકર સ્ટેડિયમ, ઈન્દોરમાં શિફ્ટ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ખૂબ જ ઠંડી છે અને તેના કારણે આઉટફિલ્ડમાં ઘાસની પૂરતી ગીચતા નહોતી. ઘાસ રોપવામાં પણ ઘણો સમય લાગશે. જેના કારણે ત્રીજી ટેસ્ટનું સ્થળ બદલવામાં આવ્યું છે.